જૂનાગઢ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં એક જાગૃત નાગરિકે કોલ કરતા જાણવા મળેલ કે, વિસાવદર મુકામે સમૂહ લગ્ન નું આયોજન છે. જેમાં એક બાળ લગ્ન થઈ રહ્યા છે. જેથી તાત્કાલિક ૧૮૧ અભયમ ટીમ ના કાઉન્સેલર અરુણાબેન કોલડિયા તથા મહિલા પોલીસ ઉજાલાબેન ખાણીયા અને પાયલોટ અલ્પેશભાઈ સહિત ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયેલ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા અને ડોક્યુમન્ટ ની ખરાઈ કરતા જણાયેલ કે ૧૮ વર્ષ કરતા એક નાની ઉંમર ની દીકરીના બાળલગ્ન થઈ રહ્યા છે. એની જાણ સ્થાનિક પોલીસ તથા બાળલગ્ન પ્રતિબંધ અધિકારી ને કરવામાં આવી હતી.
લગ્નોત્સવનું આયોજન સાંજે ૫ વાગ્યા નું હોવાથી દીકરી તથા તેમના પરિવાર હજુ લગ્ન સ્થળ પર આવેલ ના હોય અને જેથી સમૂહ લગ્ન આયોજક કમિટીને પણ ખ્યાલ આવતા તેઓ એ દીકરી તથા યુવક ના પરિવારને લગ્ન સ્થળ પર આવવાની મનાઈ કરી હતી. દીકરીના માતા પિતા સાથે ફોન પર વાત કરી બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬ મુજબ ૧૮ વર્ષ કરતા નાની દીકરીના લગ્ન પુખ્ત વય અને લગ્ન માટે કાયદાની દ્રષ્ટિએ માન્ય ન થાય ત્યાં સુધી લગ્ન ન કરાવવા માટે સમજાવેલ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે દિકરીના માતા પિતાને માહિતગાર કરાયા હતા. આમ, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી ની ટીમ ને કેસ સોંપી આગળ ની કાર્યવાહી સોંપેલ અને બાળલગ્ન થતાં અટકાવ્યા હતા.
