Gujarat

જેતપુરના તાલુકાના કરશન ગામના સરપંચ પીઠી ચોળીને કાર્યક્રમ સાંભળવા આવ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘મન કી બાત’ના કાર્યક્રમનો 100મો એપિસોડ રજૂ થયો હતો. આ એપિસોડ સાંભળવા માટે પાવી જેતપુરના તાલુકાના કરશન ગામના સરપંચ પીઠી ચોળીને આવ્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ સાથે બેસીને નરેન્દ્ર મોદીના મન કી બાતનો કાર્યક્રમ માણ્યો હતો.દેશના તમામ વડાપ્રધાન વર્ષ 2014થી મન કી બાત નામથી કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં દર વખતે કાંઇકને કાંઇક લોકોને સ્પર્શતું અથવા તો લોકોના મનની વાત પણ આવી જાય તેવી વાતો કરીને પ્રેરણા આપતા હોય છે. આ કાર્યક્રમને ભાજપ સંગઠન ખૂબ જ સક્રિય રીતે સાંભળીને તેને અનુસરવાનો પ્રયત્ન કરે છે. સાથે સાથે લોકો પણ આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરવામાં આવેલા વિચારને યોગ્ય ઠેરવવા પ્રયત્ન કર્યા હોય છે.ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100માં એપિસોડને સાંભળવા પાવી જેતપુરના તાલુકાના કરશન ગામના સરપંચ પંકજ રાઠવા આવતીકાલે પોતાના લગ્ન હોવા છતાં પીઠી ચોળીને આવ્યા હતા. આ કાર્યક્રમને સરપંચ પંકજ વિનોદભાઈ રાઠવાએ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાની સાથે બુથ નં.98માં ગ્રામજનો સાથે બેસીને માણ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230430_201541.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *