Gujarat

જેતપુરના પીઠડીયા ટોલપ્લાઝા નજીકથી વિદેશી દારૂની 168 બોટલો ભરેલી કાર સાથે 2 ને દબોચતી રૂરલ ક્રાઇમ બ્રાન્ચ 

દારૂ, કાર મળી કુલ રૂ. 2,05250નો મુદ્દામાલ કબજે કરાયો : એકની શોધખોળ ચાલુ
રાજકોટની રૂરલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ વીરપુર-પીઠડીયા  ટોલટેક્ષ પાસેથી વિદેશી દારૂની 168 બોટલ ભરેલી કાર સાથે 2 શખ્સને પકડી પાડી ત્રીજાની શોધખોળ આદરી છે. પોલીસ દારૂ, કાર મળીને રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર વીરપુર-પીઠડીયા  ટોલટેક્ષ પાસેથી શંકાસ્પદ કારને રોકીને તલાશી લેવાતા તેમાંથી વિદેશી દારૂની 168 બોટલ મળી આવી હતી. આ સમયે કારમાં બેઠેલા રોહીત ઉર્ફે ધનો વાલજી મકવાણા રહે. જેતપુર ભાદર સામાકાંઠે,  કમલેશ હંસરાજ રાદડીયા રહે. જેતપુર નવાગઢ વાણીયા શેરીવાળાની અટક કરવામાં આવી હતી. જ્યારે હરેશ ઉર્ફે હરીયો રવજી મકવાણા (રહે. જેતપુર ભાદર સામાકાંઠે)વાળાની શોધખોળ આદરાઈ છે.
પોલીસ દ્વારા ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૬૮ કિ.રૂ. ૬૩,૦૦૦/-, મોબાઇલ નંગ ૩ કિ.રૂ. ૪૦,૦૦૦/- તેમજ ફોરવ્હીલ કાર કી.રૂ. ૧,૦૦,૦૦૦/- સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૦૫,૨૫૦/- કબજે કરાયો છે. અંગ્રેજી શરાબના જથ્થા સાથે બે શખશને પકડવાની કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી. વી.વી. ઓડેદરા, તથા પો. સબ ઇન્સ. શ્રી. ડી.જી. બડવા, પો. સબ ઈન્સ. શ્રી. એચ.સી. ગોહીલ, પો. સબ ઈન્સ. શ્રી. જે.યુ. ગોહીલ તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો.હેડ. કોન્સ. નીલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, વિરરાજભાઈ ધાંધલ, શક્તીસીંહ જાડેજા, વાસુદેવસીંહ જાડેજા,ધર્મેશભાઇ બાવળીયા તથા પો.કોન્સ. કાશીકભાઇ જોશી, મહેશભાઈ સારીખડા, મેહુલભાઈ સોનરાજ, ડ્રા.પો.કો.અબ્દુલભાઈ શેખ રોકાયા હતા.

IMG_20230601_171352.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *