હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક ટ્રક લઈને નાસી છૂટયો હતો.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સરધારપુર ગામ નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલ ટ્રકે એક મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ પર સવાર નવાગઢ વિસ્તારનાં બે સેવાભાવી આગેવાનમાં એક નું ગંભીર ઈજાઓ થવાના કારણે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ. આ બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ જેતપુરનાં નવાગઢ વિસ્તારમાં રહેતા તેમજ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા સેવાભાવી આગેવાન જેન્તીભાઇ હકુભાઓ પાદરીયા ઉ.વ.58 આજે મોટરસાયકલ ઉપર મિત્ર કિરીટસિંહ ચુડાસમા સાથે જામકંડોરણા થી લૌકિક ક્રિયામાંથી પરત ફરતી વેળાએ
તેઓની મોટરસાયકલ જેતપુર તાલુકાના સુધારપુર ગામ નજીક માર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી ચઢેલ એક ટ્રક ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં મોટરસાયકલને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બંને મિત્રો રસ્તા ઉપર ફંગોળાયા હતા.
અકસ્માતમાં જેન્તીભાઈ પાદરીયાને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અને કિરીસિંહ ચુડાસમા ને પગમાં તેમજ હાથમાં ઇજા પહોંચી હતી અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે રસ્તે પસાર થતા વાહનચાલકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને અકસ્માત અંગે ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને ઈજાગ્રસ્તોને તુરત સારવાર અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના બન્ને મિત્રોને જુનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યા જેમાંથી જેન્તીભાઈ ને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા એ દરમિયાન રસ્તામાં મોત નિપજ્યું હતું જેમને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતનાં બનાવનાં પગલે જેતપુર તાલુકા પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી જેન્તીભાઈ ના પુત્રએ ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
( ફોટો હરેશ ભાલીયા )


