રાહદારીની નજર પડતાં જાણ થઈ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધોરાજી રોડ નજીક આવેલ કેનાલમાં પ્રોઢ નો તરતો મૃતદેહ કોઈને નજરે આવતા ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે તપાસ હાથ ધરતા આ લાશ જેતપુરના ધોરાજી રોડ નજીક રહેતા પરોઢની હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે.
આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જેતપુર પાસે નીકળતી ભાદર એક કેનાલમાંથી પ્રોઢ ની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરતા આ લાશ જેતપુરના ધોરાજી રોડ નજીક રહેતા વાસુભાઈ મોહનભાઈ જેઠવાણી ઉ.વ 53 નું ની હોવાનું માલુમ પડ્યું હતું. મરણ જનાર ગંભીર બીમારી હોવાનું પરિવારજનો એ જણાવ્યું હતું પ્રોઢ ની લાશને સ્થાનિકનાં નજરે આવતા જેતપુર પોલીસેને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી પરિવારનો સંપર્ક કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ ચલાવી રહી છે.


