તારા પપ્પાએ નવી કાર લીધી છે, તેને કે મને પણ લઈ દે કણી પતિએ દહેજની માગણી કરી:હું ડ્રેસ પહેરું તો હૂં ગાંડા જેવી લાગે છે કહી સાસુ પણ મેણા ટોણા મારતાં
જેતપુરમાં છેલ્લા 6 માસથી માવતરે આવેલ પરિણીતાએ અમદાવાદ રહેતાં પતિ તુષાર, સસરા જીતેન્દ્ર જેઠાભાઇ વાળા, સાસુ શોભનાબેન અને દિયર જીગર સામે માનસિક અને શારીરિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકયાની મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
બનાવની વિગતો મુજબ જેતપુરમાં છ માસથી માવતરે આવેલ પદમાબેન તુષારભાઇ વાળા (ઉ.વ.૨૭),(રહે.૪૮ પુવર સ્ટાફ ક્વાર્ટસ નરોડા રોડ અમદાવાદ) એ અમદાવાદ રહેતાં પતિ તુષાર સસરા જીતેન્દ્ર જેઠાભાઇ વાળા, સાસુ શોભનાબેન અને દિયર જીગર સામે માનસિક અને શારીરિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકયાની મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે ફરિયાદી પદમાબેન એ જણાવ્યું હતું કે, તેના લગ્ન વર્ષ ૨૦૨૦ માં અમદાવાદમાં રહેતા જીતેન્દ્રભાઇ વાળાના પુત્ર તુષાર સાથે લગ્ન થયેલ હતાં. લગ્નબાદ તેઓ સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં.
લગ્નબાદ સાસરિયાવાળાઓએ ચારેક દિવસ સારી રીતે રાખેલ બાદ તેના સાસુ શોભનાબેને કહેલ કે, તને ઘરકામ આવડતુ નથી. તને કઈ શિખવાડેલ નથી, તારા બાપે તને કરીયાવરમાં કઈ આપેલ નથી. તારા માવતરના ઘરેથી વધુ કરીયાવર લેતી આવે તેમજ તેના પતિએ કહેલ કે, તારા પપ્પાએ કાર લીધેલ છે તો તારા પપ્પા ને કહે મને પણ કાર લઈ આપે તેમ કહી મેણાટોણા મારી દહેજની માંગણી કરી હતી. તેમજ તેના સાસુ કહેતા કે, તારી બહેનની સગાઇ મારા દિકરા જીગર સાથે કરાવી દે બાકી તુ પણ તારા માવતરના ઘરે જતી રહે અને તે ડ્રેસ પહેરે તો કહેતા કે તુ ગાંડા જેવી લાગે છે કહી માનસિક ત્રાસ આપતા તેમજ સાસુ-સસરા અને દિયર તેના પતિને ચડામણી કરતાં જેથી તેના પતિ ઝઘડો કરી તેમને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી શારીરીક માનિસક ત્રાસ આપતા હતાં. જે બાબતે સાસુ-સસરા ને વાત કરી તો તે કહેતાં કે, અમારો છોકરો એવો જ છે તારે રહેવુ હોય તો રહે બાકી તુ તારા માવતરના ઘરે જતી રહે.સસરિયાઓનો ત્રાસ છતાં પદ્માબેનને ઘરસંસાર સારી રીતે ચલાવવો હોય જેથી બધુ મંગા મોઢે સહન કરતાં હતાં. તેમજ તેના સાસુ કહેતા કે, મારો દીકરો વકીલ છે અને આ બાબતે તુ તારા માવતરને કઈ પણ કહીશ તો તારા મમ્મી પપ્પા અને ભાઇને ખોટા કેસમાં ફસાવી દઈશુ.
એક વર્ષ પહેલા તેના નાનીમાનુ અવસાન થયેલ હતું, ત્યાં પણ સાસરીયા વાળાઓએ તેમને જવા દીધેલ ન હતાં. બાદમાં સમાજના ભયથી તેની વિધિમાં લઈ ગયા હતાં. બાદમાં ત્યાંથી તેના પતિ, સાસુ-સસરા તેને ત્યાં મૂકી જતા રહેલ હતાં અને તેમનો ફોન પણ તેના પતિએ મંગાવી લીધેલ અને બાદમાં છ માસથી તે તેના માવતરે રહે છે.બાદમાં સમાજના આગેવાનોએ સમાધાન માટે તેના પતિને બોલાવતા તેને કહેલ કે, અમારે પતિ પત્નીના સબંધ છે જ નહીં કહી જતો રહેલ હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી મહિલા પોલીસ મથકના સ્ટાફે અમદાવાદ રહેતાં મહિલાના પતિ સહિતના સંસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
