જેતપુરના ચાપરાજપુર રોડ, મામાવાડી પાસે આવેલ “માધવ પાન” નામની દુકાનમાં ગઇ તારીખ ૦૫/૦૬/૨૦૨૩ ના રોજ રોકડા રૂ.૯૦૦૦/- ની ચોરીનો ગુનો અજાણ્યા બે ઇસમ વિરૂદ્ધ રજી. થયેલ હતો. જે બનાવની ગંભીરતા ધ્યાને રાખી આરોપીને મુદ્દામાલ સહીત પકડી પાડવા સુચના આપેલ. જે અંગે અમો પોલીસ ઇન્સ્પેકટર, એ.એમ.હેરમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ સદરહુ ગુનો શોધી કાઢવા E-Guj Cop માં વાહન સર્ચ કરી તથા JET EYE સી.સી.ટી.વી. કેમેરાની મદદથી અલગ અલગ દીશામાં પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. રાજુભાઈ શામળા તથા પો.કોન્સ. મનદીપસિંહ જાડેજા તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા ને સંયુક્તમા ખાનગી રાહે મળેલ હકીકત આધારે ચોરી કરનાર બન્ને ઇસમોને પકડી બન્ને આરોપીઓની યુક્તિ-પ્રયુક્તિથી વિશ્વાસ લઇ પુછપરછ કરતા ગુનાની કબુલાત આપેલ અને ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરી બન્ને આરોપીઓને અટક કરવામાં આવેલ છે.
ડીટેકટ કરેલ ગુનો : જેતપુર સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. A-૧૧૨૧૩૦૨૨૨૩૦૫૬૯/૨૦૨૩ IPC કલમ ૩૮૦, ૧૧૪ મુજબ
કબજે કરેલ મુદામાલ : (૧) રોકડ રૂપીયા ૯,૦૦૦/-(૨) એક ગ્રે કલરનું હોન્ડા એક્ટીવા મો.સા. કિ.રૂ.૬૦,૦૦૦/- કુલ મુદામાલ કિ.રૂ.૬૯,૦૦૦/-
અટક કરેલ આરોપી : નં.(૧) સલીમભાઇ ઉર્ફે બાપુ ગજુમીયા કાદરી, રહે.કવાર્ટર નં.૨૦ તથા ૧૩, બ્લોક નં.૩૭, વામ્બુ આવાસ યોજના, કાલાવડ રોડ, રાજકોટ : (૨) અનવરભાઇ ઉર્ફે ટકો સતારભાઇ પીપરવાળીયા, રહે. નવા થોરાળા, શેરી નં.-૧, મીલની બાજુમાં, રાજકોટ : આરોપીનો ગૂનહિત ઇતીહાસ : આરોપી નં.(૧) જેતપુર સીટી પોલીસ સ્ટેશન 1-૦૦૫૨/૨૦૧૯ પ્રોહી.૩૭૯,૧૧૪ આરોપી નં.(૨) ધોરાજી પો.સ્ટે. -૦૦૧૯/૨૦૧૬ IPC ૪.૩૭૯, ૧૧૪


