Gujarat

જેતપુર હાઈ-વે પર પગપાળા જતાં માનસિક અસ્થિર યુવાનનું કારની ઠોકરે ચડી જતા મોત

કાર ચાલકે કાબુ ગુમાવતા આખલાને પણ હડફેટે લેતા તેનું પણ મૃત્યુ
રાજકોટ જિલ્લાના જેતપુર નજીક નેશનલ હાઈવે પર પગપાળા જતાં માનસિક અસ્થિર યુવાનને પુર ઝડપે આવતી ક્રેટા કારના ચાલકે હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના નવાગઢ ગામે રહેતા દિનેશ કમાભાઈ બગડા (ઉ.૪૦) નામનો યુવાન ગઈકાલે સાંજે નેશનલ હાઈવે પર
પગપાળા રોડ ક્રોસ કરતો હતો ત્યારે પુરઝડપે આવતી ક્રેટા કારના ચાલકે હૉટ લેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે જેતપુર પોલીસે રાજીબેન કમાભાઈ બગડા (ઉ.૬૫)ની ફરિયાદ પરથી ક્રેટા કારના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસની તપાસમાં મૃતક યુવાનને છેલ્લા ૭ વર્ષથી માનસિક બિમારી હોય રખડતું જીવન ગુજારતો હતો જ્યારે એક બેન એક ભાઈમાં મોટો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ચાલકે યુવાનને હડફેટે લીધા બાદ સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં આખલાને હડફેટે લેતા તેનું પણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *