જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આગામી તા.૨૯-૪-૨૦૨૩ શનિવારના રોજ જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના વિવિધ કેન્દ્રો પર સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ના સમય દરમિયાન પરીક્ષા યોજાશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાના ફોર્મ https://cbseitems.rcil.govt.in/nvs/Index/registration વેબસાઇટ પરથી તા.૩૧-૧-૨૦૨૩ સુધીમાં ભરવાના રહેશે તેમ નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી હોય તે વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવાર વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ધો-૫ માં સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતાં હોય તથા અભ્યાસ પૂર્ણ કરવાના હોય, સરકારી કે સરકાર માન્ય શાળાના ધો-૩ અને ધો-૪ માં પૂરું સત્ર અભ્યાસ કરેલ હોય અને પાસ થયેલ હોય, જે જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે જિલ્લાની શાળામાં ધો-૫ પૂરું શૈક્ષણિક વર્ષ અભ્યાસ કરલ હોય તેમજ જે ઉમેદવાર તા.૧-૫-૨૦૧૧ અને ૩૦-૪-૨૦૧૩(બંને દિવસો સમાવિષ્ટ) વચ્ચે જન્મેલ હોય તે પ્રવેશ માટે યોગ્ય ગણાશે.
