અનુભવથી મોટો કોઈ ગુરુ નથી આ જગતમાં….
વર્ષ 2020/21 માં જ્યારે કોરોના ના કારણે શાળા કોલેજનું શિક્ષણ ખોરંભે ચડ્યું છે ત્યારે ભારત નું ભવિષ્ય છે એવું યુવાધન …..બાળકો…..વિદ્યાર્થીઓ કે જે કોઈ પણ કારણસર ઉચ્ચ ડિગ્રી નહિ મેળવી શકનાર કે શિક્ષિત બેરોજગારી ના લીધે આત્મઘાતી પગલાં ભરવા જેવી ટૂંકી માનસિકતા ધરાવનાર સમક્ષ એક એવા વ્યક્તિત્વનો પરિચય મુકુ છું જેમણે જિંદગી માં ક્યારેય શાળા નો દરવાજો જ નથી જોયો કે નહોતું લખતા વાંચતા આવડતું ને છતાં પણ તેમને ‘ માસ્ટર ઓફ મેડિસિન’ ની ડીગ્રી આપવામાં આવેલી છે.
સાઉથ આફ્રિકા માં કેપ ટાઉન યુનિવર્સિટી નું આખા વિશ્વ માં ખૂબ આદરભર્યું નામ છે.વિશ્વ ની સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી આ જ હોસ્પિટલમાં થયેલી.આ અનોખી ઘટના પણ આ જ હોસ્પિટલમાં બનેલી.
વર્ષ 2003 માં Hamilton નામ ની એક અનપઢ વ્યક્તિ ને Master of medicine ની ડિગ્રી આપી ને સન્માવવામાં આવ્યા હતા.Hamiltonનો જન્મ સાઉથ આફ્રિકાના કેપ ટાઉન નજીક સૈનિતા ગામ માં થયો હતો.પરિવાર અત્યંત ગરીબ અને બાળવયે જ Hamilton બકરાં,ઊંટ ને ઢોર ચારવા જતા.કુટુંબને વધુ કમાણીની જરૂર પડતા લેબર કોન્ટ્રાક્ટર ને ત્યાં બાંધકામની સાઇટ પર મજૂર તરીકે જોડાયા.એ રસ માં જ કેપ ટાઉન મેડિકલ યુનિવર્સિટી નું કામ ચાલુ હતું.કુદરતના ખોળે ઉછરેલું Hamilton નું કસાયેલું શરીર ખૂબ મહેનતનું કામ કરવા હંમેશા તત્પર જ રહેતું.નિયત કલાકો કરતા વધુ કામ સામે થી માંગી ને કોન્ટ્રાક્ટર ને પણ ખુશ રાખે.
યુનિવર્સિટી નું કામ તો થઈ ગયું પણ તેની જલાવણીનું કાર્ય પણ એ ન કોન્ટ્રાક્ટર ને મળ્યું.કોન્ટ્રેક્ટરે વિશાલ બગીચો અને ટેનિસના મેદાનનું જતન કારવાનનું ને બીજુ કેટલુંય કામ Hamilton ને સોંપ્યું. હેમિલ્ટન ઘાસ કાપે,પાણી છાંટે,સફાઈ કરે,ત્યાં આવતા તબીબો ની કાર પણ સાફ કરી દે ને વખત મળ્યે ઓપરેશન થિયેટર ની બાજુ માં બેઠેલા દર્દીઓની બીમારી વિશે વાતો કરે ,ને સેર્જરીની વાતો સાંભળે.
આ યુનિવર્સિટીમાં સર્જરી ના અવનવા સંશોધનો પણ થતા અને અમેરિકા તેમજ યુરોપ ના ટોચ ના તબીબો સર્જરીની ટ્રેનિંગ આપવા પણ આવતા હતા.
હવે Hamilton ના જીવનમાં અનોખો વળાંક આવે છે. Pro. Robert એવું સંશોધન કરવા માંગતા હતા કે જિરાફ તેની ગરદન ઝુકાવી ને પાણી પીએ છે તો પણ તેના મગજમાં લોહીનું પહોંચવાની ગતિ ધીમી કેમ નથી પડતી? અને તે વખતે જિરાફ ના અન્ય અવયવોને લોહીનો પુરવઠો કઈ રીતે પૂરતા પ્રમાણ માં જળવાય રહે છે? તેમને ઓપરેશન થિયેટર માં એક જિરાફ ને બેહોશ કરી સુવરાવ્યું પણ જેવું ઓપરેશન ચાલુ કર્યું કે જિરાફે ભારે જોર પૂર્વક ગરદન હલાવવાનું ચાલુ કર્યું. Dr. Robert ને લાગ્યું આ જીરાફ ની ગરદન પકડવા કોઈ મજબૂત હાથ જોઇશે.તેવામાં જ બારી ની બહાર જોયું તો ત્યાં Hamilton બગીચાનું ઘાસ કાપી રહ્યા હતા.Dr. સાહેબે તેને જ બોલાવી ને પુરી તાકાત થી જિરાફ ની ગરદન પકડી રાખવા કહ્યુ. ઑપરેશન 8 કલાક ચાલ્યું.ડોક્ટર્સ ની ટીમે તો વચ્ચે કોફી નાસ્તો પણ કર્યો પરંતુ હેમિલ્ટન સતત 8 કલાક ગરદન પકડી ઉભા રહ્યા. ઑપરેશન પૂરું થતા જ બહાર નીકળી બગીચાનું ઘાસ કાપવા લાગી ગયો આ જોઈ ને ડોક્ટર્સ ને પણ નવાઈ લાગી . Dr. રોબર્ટ એ અન્ય ડોક્ટર્સ ને કહ્યું પણ ખરું કે સર્જરી માં કોઈ સહાયક ની જરૂર હોય તો આ જ છોકરા ને બોલાવજો ખૂબ જ ખન્ટ થી કામ કરે છે ને આપણું જ્ઞાન વધે એવા પ્રશ્નો પૂછી ને નિર્દોષ સલાહ આપતા કલાકો સુધી થાક્યા વગર હાજર રહેશે.
જે પણ સર્જનો આવતા એ Hamilton ને બોલાવતા આનાથી બગીચા ના કામ માં અસર પડવા લાગી.ડોક્ટરોએ સર્વાનુમતે મેનેજમેન્ટને ભલામણ કરી કે Hamilton ગયા જન્મ માં કદાચ મોટો સર્જન હશે તે ઓપરેશન થિયેટર ને ઓ.પી.ડી.માં ખૂબ જ કુનેહપૂર્વક કામ
કરે છે તેના ગુણો જોઈને તેને લેબ.આસિસ્ટન્ટ બનાવીએ. મેનેજમેન્ટના વડાએ કહ્યું અમે પણ બગીચાની ને ટેનિસ ગ્રોઉન્ડની આટલી સારસંભાળ રાખનાર માણસ ગુમાવવા નથી માંગતા. આ વાત ની જાણ Hamilton ને થઈ ત્યારે એણે Dr. Robert ને હાથ જોડી ને કહ્યું કે ‘ મને ઑપરેશન થિયેટર માં જ જાણે કામ કર્યા નો સંતોષ મળે છે તેથી મને ત્યાં કરવા દો….એવું હોય તો બન્ને કામ કરીશ બગીચો પણ સાંભળીશ બસ.’ મેનેજમેન્ટ Hamilton ને એક ચાન્સ આપ્યો બને કામ 8/8કલાક કરવાનો.1926 માં જન્મેલ 20 વર્ષ ના Hamilton ડબલ શિફ્ટ માં કામ કરવા લાગ્યો. બે ત્રણ વર્ષ માં જ તેની હાજરી એ બધાં સર્જનો માટે એટલી હદે અનિવાર્ય બની ગઈ કે લેબ.એસિસ્ટન્ટ કરતા પણ જન્મજાત સર્જન હોય તેન ચાલુ સર્જરી એ સૂચન કરતો. છેવટે તેને બગીચાના કામ માંથી મુક્ત કરવામાં આવ્યો.હવે તો તે ઓપરેશન પહેલા…દરમ્યાન…અને પછીની તમામ પ્રક્રિયામાં હેમિલ્ટન દિલ જીતવા લાગ્યો.
1958 માં Hamilton ના જીવનમાં ગજબ નો વળાંક આવ્યો. Dr.બર્નાર્ડ લી…હ્રદય રોગની સર્જરીના પ્રણેતા માનાય છે.તેની તમામ સર્જરી માં હેમિલ્ટન સહાયક રહેતા.રોજના 50 ઓપરેશનમાં વર્ષો સુધી ઉભા રહી ને કામ કરે.હવે તો સર્જરીમાં કેટલે ઊંડે જવું,અટકી જવું,યોગ્ય રોગ કે પીડાની જડ સુધી જવાનો માર્ગ Hamilton બતાવતા.ડોક્ટરો ખેલદિલી થી એની સલાહ માનતા પણ ખરા.હવે જુનિયર ડોક્ટર્સ તૈયાર કરવાનું કામ પણ Hamiltonને સોંપવામાં આવ્યું.તેઓનું દિલ પણ જતી લીધું કેમકે પ્રેકટીકલ trainingની મજા કંઈક ઔર જ હોય છે.તેમને મળતા પગાર માંથી ગરીબ વિદ્યાર્થી ને ભણાવતા.વિશ્વ ની સૌ પ્રથમ human to human હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સાઉથ આફ્રિકાના લિજેન્ડ ડૉક્ટર ક્રિષ્ટિઆન બર્નાર્ડ કરી હતી ને એમાં પણ હેમિલ્ટન ને સાથે રાખ્યા હતા.જે સર્જરી માં એમના અમૂલ્ય ફાળા ની નોંધ એમના મૃત્યુ પછી બહાર આવી કે એ સર્જરી હેમિલ્ટન વગર શક્ય જ નહોતી પણ એ અશ્વેત હોવાના કારણે એ સફળ સર્જરી નો શ્રેય Hamilton ને નહોતો આપણવા માં આવ્યો પણ Dr. બર્નાર્ડ આ વાત મીડિયા સમક્ષ કબૂલી હતી.
તેમના જીવનકાળ દરમ્યાન 50 વર્ષમાં 70000 સર્જરીમાં ડોક્ટર્સ ટીમ સાથે કામ કર્યું હતું.30000 ડોક્ટર્સ ને ટ્રેનિંગ આપી શ્રેષ્ઠ ડૉક્ટર બનાવ્યા હતા. 2003 માં એટલે કે મૃત્યુના 2 વર્ષ પહેલાં કેપ ટાઉન યુનિવર્સિટી એ ‘Dr. Hamilton’ તરીકે સંબોધીને Master of Medicine ની ડિગ્રી આપી નવાજવામાં આવેલા.ચિકિત્સા વિજ્ઞાનમાં અનપઢ ને આ રીતે સન્માવવામાં આવ્યા હોય એવી આ એક માત્ર ઘટના છે.2005 માં તેનું મૃત્યુ થયું.કોઈ જીનિયસ ડોક્ટર ને પણ ન મળે તેવા માં સાથે હેમિલ્ટન ને કેપ ટાઉન યુનિવર્સિટીમાં જ દફનાવવામાં આવ્યા.
આજના યુવાનો ને એ હેમિલ્ટન ના જીવન પર થી શીખવાનું કે કોઈ નવું કામ મળે ત્યારે …એમાં મને શું મળશે….જેવા મતલબી સવાલ કરવા કરતાં જે કામ મળે એમાંથી કૈક શીખવું જ જોઈએ.ઘાસ કાપતી વખતે જિરાફ ની ગરદન ન પકડી હોત તો હેમિલ્ટન અમર બન્યા ન હોત.





— *પારુલ મનન બડમલિયા*
*Pearl of Maansarovar*
*કુંકાવાવ*


