Gujarat

 ઝંડા  દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે રકતદાન કેમ્પ યોજાયો

મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકાના ઝંડા  દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે અમૂલ સંઘ ના સંયોજનથી ઝંડા દૂધ ઉત્પાદન સહકારી મંડળી અને રેડક્રોસ બ્લડ સેન્ટર દ્વારા રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઝંડા ગામના યુવાનો દ્વારા સ્વૈચ્છિક રકતદાન થકી ૨૪ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.સદર કેમ્પમાં અમૂલ સંઘ ના ડો.યોગેશભાઈ પટેલ,ડેરીના સેક્રેટરી  સ્નેહલભાઈ નરસિંહભાઇ પટેલ તેમજ સી. ડી.વિભાગના હેતલબેન જોશીએ મહત્વનો ફાળો આપી રકતદાન કેમ્પ ને સફળ બનાવ્યો હતો.તમામ રક્તદાતાઓ ને અમૂલ સંઘ તરફથી શુભેચ્છા ગિફ્ટ પણ આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બ્લડ સેન્ટર ના મેડિકલ ઓફિસર ડો.મનુભાઈ ગઢવી,ટેકનિકલ ઓફિસર રાહુલ પરમાર , સીની.ટેકનિશીયન મેઘા શાહ,સ્ટાફ નર્સ કૈલાશબેન શર્મા,બ્લડ ડોનેશન કોઓર્ડીનેટર ચિરાગભાઈ પરમાર,વસંતભાઈ ભટ્ટ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

IMG-20230531-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *