ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર નેસ્ત નાબુદ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની પ્રવૃતિ હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે આધારે કે.એચ. સુર્યવંસી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન છોટાઉદેપુર નાઓના સીઘા માર્ગદર્શન હેઠળ આજરોજ પી.એચ.વસાવા પોલીસ ઈન્સ્પેકટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશનમા હાજર હતા તે દરમ્યાન તે દરમ્યાન માહિતી આઘારે ઓડ ગામે નવી સ્કૂલની પાછળ આવેલ જંગલમા મહુડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે રેઇડ કરતા જુગાર રમતા ચાર ઇસમોને ચાલુ દાવના રોકડા રૂપીયા.૩૫૬૦/- તથા જુગારના સાધનો મા પત્તા-પાનાની કેટ નંગ ૧ કિંમત રૂપીયા ૦૦/૦૦ તથા મીણીયા પાથરણુ ની કીંમત રૂપીયા.૦૦/૦૦ મળી તથા પકડાયેલ ચારેય આરોપીઓની અંગ ઝડતી માથી જુદા જુદા દરની નોટોમા રોકડા રૂપીયા.૧૧૦૩૦/- તથા મોબાઇલ નંગ-૨ની કિંમત રૂપીયા.૪૫૦૦/- મળી કુલ કિંમત રૂપીયા.૧૫૫૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી જુગારનો ગણનાપાત્ર કેશ શોઘી કાઢવામાં આવેલ છે.અને આરોપીઓ વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


