Gujarat

ડમી કાંડ, હજુ ૧૫ આરોપીઓ પોલીસ પકડની બહાર

ભાવનગર
ભાવનગરમાં સામે આવેલું ડમી કાંડ પ્રકરણ આજે રાજ્યમાં ટૉક ઓફ ધ ટાઉન વિષય બની ચૂક્યો છે, ડમી ઉમેદવાર કાંડને લઇને નોંધાયેલી ફરિયાદને આજ એક માસ પૂર્ણ થઇ ચૂક્યો છે. છતાં પોલીસ તમામ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે. એક માસ પહેલા ભરતનગર પોલીસ મથકમાં ૩૬ આરોપીઓ વિરુદ્ધ ડમી ઉમેદવાર કાંડની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, ડમી ઉમેદવાર કાંડના મુખ્ય ૪ આરોપીઓની જે દિવસે ફરિયાદ નોંધાઇ હતી, તે દિવસે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશ ઉર્ફે ઁદ્ભ દવે અને બળદેવ રાઠોડ એમ કુલ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ડમી ઉમેદવાર કાંડની ફરિયાદ મુજબ, ૨૨ આરોપીઓ હતા અને તપાસ દરમ્યાન ૨૧ આરોપીઓના નામ ખુલ્યા હતા, આમ ૪૩ લોકોની કરવામાં ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ૪૨ આરોપીઓ અત્યારે જેલ હવાલે છે. જાેકે, ડમી કાંડ મુદ્દે હજુ પણ ૧૫ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આજે ડમી કાંડ મામલે નોંધાયેલી ફરિયાદને એક માસ પૂર્ણ થઇ ચૂક્યો છે છતાં પોલીસ હજુ પણ ૧૫ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *