Gujarat

ડીસામાં રોજ યોજાય છે સત્સંગનો મહાકુંભ…  

ગીરગઢડા
  ભરત ગંગદેવ
તા 11.04.2023થી પ્રતિદિન રોજ રાત્રે સાડા આઠ વાગ્યાથી 11 વાગ્યા સુધી બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ ડીસા દ્વારા ટીસીડી ફાર્મ ખાતે પારાયણ યોજાય છે જેમાં ત્રીજા દિવસે પૂજ્ય ત્યાગવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે “તમામ ઘટનાઓના પ્રેરક પરમાત્મા જ છે.” દોહા કવિતા છંદ અને પ્રેરક પ્રસંગ સત્ય ઘટનાઓના વિવરણ વડે તેમણે શ્રોતાજનોને ભક્તિરસથી તરબોળ કર્યા હતા.ઘડિયાળના કાંટાના દૃષ્ટાંત વડે કસરત કરનાર માણસ દુબળો પણ સ્વસ્થ રહે છે એમ સરળ રીતે સમજાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે દરરોજ રાત્રે યોજાતી પાંચ દિવસીય પારાયણમાં કોઈપણ શ્રદ્ધાળુ વિના સંકોચે ભગવદપૂજાનો નિઃશુલ્ક લાભ લઈ શકે છે અને યથાશક્તિ યોગદાન પ્રદાન કરી શકે છે.

IMG-20230414-WA0474.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *