સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
બાળકને જીવનમાં માતાનો પ્રેમ સૌથી વધુ મળે છે માતા બાળકને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. બાળક પ્રત્યે માતાને જેટલી લાગણી હોય છે એટલી કોઈપણને હોતી નથી એટલે તો કહેવતમાં કહેવાયું છે કે મા તે મા બીજા વગડાના વા. આ કહેવતને સાર્થક કરતું ઉત્તમ ઉદાહરણ.
સાવરકુંડલાના એક વાણીયા સોની પરિવારમાં જોવા મળે છે.
——————————————————————–
સાવરકુંડલા શહેરના એક પરિવારની વાત કરીએ તો કેસરબેન નામની એક બાળકીનો જન્મ થયો . જન્મથી જ આ બાળકીને અસાધ્ય એવો રોગ થયો છે કે જેનું નામ હાઈડ્રોસેફુલસ છે, કે જેમાં બાળકને માથામાં પાણી ભરાય છે અને માથાની સાઈઝ ખૂબ જ મોટી થઈ જાય છે અને છાતીથી પગ સુધીનો ભાગ બે મહિનાના બાળક જેટલો થાય છે .આ બાળક કોઈ પણ પ્રકાર હલનચલન કરી શકતી નથી. ૨૪ કલાક ૩૬૫ દિવસ ફક્ત ફક્ત સૂતું જ રહે છે, કેસરબેનને દ્રષ્ટિ નથી પરંતુ માતાની બે આંખથી બધું જુએ છે, આ રોગ જવલ્લે જ જોવા મળતો હોય છે. આ રોગનો ભોગ બનેલ બાળક માત્ર છ થી સાત મહિના જીવી શકે છે પરંતુ છ વર્ષની કેસરબેનની માતા કાજલબેન સોનીની સેવા, હૂફ અને અથાગ પ્રેમે આ રોગના લક્ષણો ફેરવી નાખ્યા.!! કેસરબેનને આ જન્મથી જ રોગની બીમારી હતી. ડોક્ટરનું કહેવું છે કે મેડિકલ સાયન્સ પૂરું થાય ત્યારે આવા કેસ શરૂઆત થાય છે આ બાળક છ થી સાત મહિના જીવી શકે છે . કેસરબેનના જન્મ સમયે જ ડોક્ટરે કહ્યું હતું કે જ્યાં સુધી જીવે ત્યાંસુધી સેવા કરવી પડશે બાળકને સવારે દૈનિક કાર્યથી લઈને એના ખોરાકની નવડાવવા ધોવડાવવાની સંપૂર્ણ જવાબદારી પૂરા દિલથી એમની માતા કાજલબેન કરે છે. કાજલબેનના પતિ સત્યમભાઈ એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક છે એમનો બધી બાબતમાં પણ સપોર્ટ મળ્યા રહે છે. હાલ અત્યારે કેસરબેન છ વર્ષના થયા છે અને આમ જોઈએ તો એમના ખાલી કાનની શ્રવણ શક્તિ સારી છે કે જે એમના માતાનો અવાજ પિતાનો અવાજ અને દાદીનો અવાજ ઓળખીને ખડખડાટ હસે છે. આ વાત પરથી આપણે એવું કહી શકીએ કે જો માતા પિતા આવા શારીરિક દિવ્યાંગ બાળકોની સાથે સારી રીતે સારો સંભાળ કરે તો એમનું જીવન ધન્ય થઈ જાય છે અને આયુષ્ય પણ વધે છે… ધન્ય છે માતા કાજલબેનને કે આ દીકરીનું જીવન તો રોશન કરે જ છે પણ સાથે સાથે પોતાનું, કુટુંબનું અને સમાજનું નામ પણ રોશન કરે છે. ..