Gujarat

તમામ છ તાલુકાઓમાં વર્ગ-૧ના અધિકારીઓની અધ્યક્ષતામાં એપ્રિલ મહિનાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

એપ્રિલ-૨૦૨૩ના તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૪/૨૦૨૩, બુધવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે તેમજ જીલ્લા કક્ષાનો જીલ્લા સ્વગાત કાર્યક્રમ તા.૨૭/૦૪/૨૦૨૩,ગુરુવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. છોટાઉદેપુર જીલ્લાના વર્ગ-૧ ના વિવિધ અધિકારીઓ છ અલગ અલગ તાલુકામાં હાજર રહી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી તેનું નિરાકરણ લાવશે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના પ્રશ્ન ટાઈપ કરેલી અરજી, ફોન નંબર, સરનામાં સાથે એક અરજીમાં એક જ પ્રશ્ન સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીને ઓછામાં ઓછી ત્રણ વખત કરેલી અરજીની નકલ સાથે પોતાના તાલુકાના મામલતદારની કચેરીને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ એવા ટાઈટલ સાથે તા.૧૨/૦૪/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાની રહેશે.
આ જ રીતે જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના પ્રશ્ન ટાઈપ કરેલી અરજી, ફોન નંબર, સરનામાં સાથે એક અરજીમાં એક જ પ્રશ્ન સાથે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરેલી અરજીની નકલ સાથે ‘ઈ-જીલ્લા સ્વાગત કાર્યક્રમ’ તેવા ટાઈટલ સાથે તા.૧૨/૪/૨૦૨૩ સુધીમાં સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી મારફતે ગ્રામ પંચાયતના અધિકૃત મેઈલ આઈડી પરથી ejillaswagatchho@gmail.com પર ઓનલાઈન મોકલી આપવાની રહેશે.
 ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-૨૦૧૧ થી ગ્રામ સ્વાગત કાર્યક્રમ શરુ કરવામાં આવેલ છે તેના માટે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજૂઆત અંગેની અરજી “ મારી અરજી ગ્રામ સ્વાગતમાં લેવી” તેવા ટાઈટલ હેઠળ સંબંધિત તમના તલાટી/મંત્રીશ્રીને સંબોધીને દરેક માસની તા.૧ થી ૧૨ સુધીમાં રજુ કરી શકે છે.
આ સ્વાગત કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્નો જેવાકે કોર્ટ મેટર, નીતિ વિષયક, અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ જે તે કચેરીમાં ન થયેલ હોય તેવા કામોના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છે. આ સ્વાગત કાર્યક્રમમાં જીલ્લા કલેકટર કોઈ પણ તાલુકાના કાર્યક્રમમાં હાજર રહી સ્વાગતના સંચાલનની બાબતો ચકાસશે તેમ કલેકટરની કચેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *