આગામી તા. 07/05/2023 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તલાટી
મંત્રી સંવર્ગની લેખિત પરીક્ષાઓ યોજાશે. પરીક્ષા દરમિયાન જે- તે વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઈન હોય, ત્યાં ખોદકામ
કરવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ રહે છે. જેથી પરીક્ષાઓ દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે, તે હેતુસર જામનગર
જિલ્લામાં જ્યાં પણ અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઈન હોય, તેવા વિસ્તારમાં ખોદકામ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક
જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લામાં તલાટી મંત્રી સઁવર્ગની લેખિત પરીક્ષાઓ અન્વયે પરિશિષ્ટ મુજબના નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્રો પર અવિરત વીજ
પુરવઠો જળવાઈ રહે તે હેતુસર આગામી તા. 07/05/2023 ના રોજ સવારના 09:00 થી બપોરના 03:00 કલાક સુધી
અન્ડર ગ્રાઉન્ડ વીજલાઈન હોય તેવા વિસ્તારમાં ખોદકામ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરોક્ત પ્રતિબંધાત્મક
હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ- 188 હેઠળ સજાને પાત્ર થશે.