Gujarat

તારીખ ૭/૫/૨૦૨૩ને રવિવારના રોજ યોજાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષામાં ભાગ લેવા જનાર કાઠી સમાજના ભાઈઓ અને બહેનો માટે  અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સંદેશ 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ઉપરોક્ત વિષય અન્વયે આપ સૌ કાઠી  સમાજના ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે આવતી તારીખ ૭/૫/૨૦૨૩ ના રોજ તલાટી પરીક્ષા માટે ગુજરાતના વિવિધ જિલ્લા સેન્ટરોમાં ગુજરાત સરકાર દ્વારા તલાટી મંત્રીની પરીક્ષાનું આયોજન થયેલું છે. બધા ભાઈઓ /બહેનો અગાઉથી જ જે તે સ્થળોએ પહોંચી જતા હોય છે. છતાં પરીક્ષાના દિવસે સવારે પરીક્ષા સેન્ટર પહોંચવામાં વાહનની ખરાબી કે અન્ય કારણસર પરીક્ષા કેન્દ્રો સુધી યોગ્ય સમય મર્યાદામાં ના પહોંચી શકો  તેમ હોય તો તાત્કાલિક અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનના મોબાઈલ નંબર પર કોલ કરવો.
વાહન ખરાબી કે અન્ય કોઈ મુશ્કેલી સમયે આપને ગુજરાતના કોઈ પણ સેન્ટર પર યોગ્ય સમયે પહોચાડવામાં આવશે  મોબાઈલ નં:૯૮૭૯૨ ૧૫૦૧૫
આપ સૌ યોગ્ય તૈયારી અને તનતોડ મહેનત દ્વારા પરીક્ષામાં સારુ પરિણામ મેળવો તેવી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ..  આપની કારકિર્દી ઉજ્જવળ બને તેવી માતાજી ને પ્રાર્થના તેમ અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનાં પ્રમુખ શ્રી તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી ગુજરાત રાજપૂત કરણીસેના ના મુન્નાભાઈ વીંછિયાની એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *