સ્થળ :શારદા મંદિર સ્કૂલ નાનાચોક ગિરગાંવ મુંબઈ
કૌશલ્ય વિકાસ કેબિનેટ મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા મહારાષ્ટ્ર રાજ્ય અને મેઘવાળ સેવક સંઘના સંજય વેગડાના સતત સફળ પ્રયત્નોથી આપણા તુલસીવાડી મુબઈ વિસ્તારના યુવાનોને રોજગાર નોકરી મળી રહે એ માટે એક રોજગાર મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિક્ષણ અનુભવ અને વિવિધ કોર્સના હિસાબે યુવાઓને નોકરી આપવામાં આવશે આ કાર્યક્રમ શનિવારે 8 એપ્રિલે શારદા મંદિર નાના ચોક ખાતે સવારે 9:00 થી 2:00 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે અને આ રોજગાર મેળાનું પહેલાંનું ખૂબ જ જરૂરી રજીસ્ટ્રેશન કરવાનુ કામ તુલસીવાડી વિસ્તારમાં તારીખ 4 5 6 અને 7 એપ્રિલ સુધી સંજય વેગડાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી વિશાળ સંખ્યામાં યુવાઓએ ભાગ લીધો હતો સાથે મેઘવાળ સેવક સંઘ સતત આવી સામાજિક સેવા આપણા સમાજમાં પહોંચાડવા માટે પ્રયાસરત છે
લોકોનું ફોર્મ ભરીને અને ઓનલાઇન રીતે પણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેનાથી શિક્ષિત યુવાઓને રોજગારની તકો મળી શકે


