તાલાલા તાલુકાના મોરૂકા ગામે રહેતો બાઇક ચોર શખ્સને ઉના શહેર માંથી પોલીસે બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરેલ છે.
ઉના નજીક રોકડીયા હનુમાન મંદિર પાસે એક શખ્સ ચોરીવાઉ બાઇક લઇ ઉભો હોય પોલીસને શંકાસ્પદ બાઇક જણાતા શખ્સની
પુછપરછ કરવામાં આવી હતી. જેમાં શખ્સે પોતાનુ નામ જયંતી કાળુ ભાલીયા રહે.મોરૂકા તા. તાલાલા રહેતો હોવાનું જણાવેલ અને
તેની પાસે સીવર ક્લરની બાઇકના કાગળો માંગતા પોતાની પાસે નહી મળતા અને વધુ પુછપરછ કરતાં શખ્સે કોઈ સંતોષકારક
જવાબ ન આપતા અને આ બાઇક ચોરી કરી હોવાનું જણાઇ આવતા બાઇક કિ.રૂ.૩૦ હજારના મુદામાલ સાથે શખ્સને ઝડપી પાડી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અને આ બાઇક ક્યારે અને કોની પાસેથી ક્યાથી લીધેલ છે તે અંગેની પોલીસે આગળની વધુ
પુછપરછ કરી તપાસ હાથ ધરેલ.
ઉના પીઆઇ એન.કે.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.બી જાડેજા, એ.એમ આઈ, પી.એચ.રાજાદા, પી પી બાંભણીયા,
ધર્મેન્દ્રસિંહ, કનુભાઈ, કૌશીકસિંહ, વિજયભાઈ, નલીનભાઈ સહીતનો સ્ટાફ પેટ્રોલીંય દરમ્યાન બાતમી આધારે એક શખ્સ ચોરીયાવ
બાઇક લઇ ઉભેલ હોવાની પોલીસને શંકા જતાજ પોલીસે દબોલી લીધેલ અને બાઇકના કોઇ આધાર પુરાવા નહી મળતા આ બાઇક
ચોરી કરી હોવાની શંકા જતાજ શખ્સને ઝડપાડી પાડેલ હતો.


