Gujarat

તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમાં ૧૧ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ  

મેંદરડામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં રજૂ થયેલા કુલ-૧૨ પ્રશ્નો પૈકી ૧૧ પ્રશ્નો પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. અને બાકી રહેલા એક પ્રશ્નમાં સ્થળ મુલાકાત કરી પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે. આ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગ્રામ સ્વાગતમાં રજૂ થયેલા ૯૨ પ્રશ્નોની સમીક્ષા કરી તેનો હકારાત્મક નિકાલ કર્યો હતો. મેંદરડા મામલતદાર કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અરજદારોના પ્રશ્નોને રૂબરૂ સાંભળ્યાં હતા અને તે સંદર્ભે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *