Gujarat

તાલુકા સ્તરે થતા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને ત્વરિત ન્યાય મળી રહે છે – અરજદાર શ્રી જમનભાઈ દલસાણીયા, ગામ: લખતર, તાલુકો: જોડીયા…

તાજેતરમાં જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા માટે ‘સ્વાગત ફરિયાદ
નિવારણ કાર્યક્રમ’ ને 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજય સરકાર દ્વારા 'સ્વાગત સપ્તાહ' ની ઉજવણી કરાઇ રહી છે. જે અન્વયે,
જામનગરના જોડીયામાં અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો.
આ પ્રસંગે, અરજદાર શ્રી જમનભાઈ દલસાણીયાએ પોતાની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું જોડીયા તાલુકાના
લખતર ગામનો રહેવાસી છું. મારી જમીન કેશિયા ગામમાં આવેલી છે. નકસાની ફેરબદલ થવાથી મારી જમીનમાં ફેરફાર થયો
હતો. જે અંગે મેં તાલુકા સ્તરે મારી રજુઆત કરી હતી. આજના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મારી રજુઆત અધિકારીશ્રીઓએ
સાંભળી છે. તેમજ મને જમીન સંપદાન અને વળતર તાત્કાલિક ઉપલબ્ધ થશે તેની બાંહેધરી આપી છે. નકસામાં જે ફેરફાર થયા
છે તે અંગે ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવશે તેવી મને ખાતરી આપવામાં આવી છે. જેથી હું રાજ્ય સરકારનો આભારી છું.

.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *