તાલુકા સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦/૦૫/૨૦૨૩ સુધીમાં સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓમાં અરજી કરવાની રહેશે
અરજીના મથાળે ”તાલુકા સ્વાગત કાર્યક્રમ’ લખવાનું રહેશે
તાલુકા સ્વાગત કાર્યક્રમ” તા.૨૪/૦૫/૨૦૨૩ને બુધવારના રોજ યોજાશે
***
તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ” તા.૨૪/૦૫/૨૦૨૩ને બુધવારના રોજ સબંધિત તાલુકાના નોડલ અધિકારીશ્રી ના અઘ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજીઓ તા.૧૦/૦૫/૨૦૨૩ સુધીમાં સંબંધિત મામલતદાર કચેરી, નડીઆદ(શહે૨/ગ્રામ્ય)ખેડા/કપડવંજ મહેમદાવાદ/ઠાસરા/મહુધા/કઠલાલ/ માત૨/વસો/ગળતેશ્વ૨ની કચેરીઓમાં ત્રણ નકલમાં સુવાચ્ય અક્ષરોમાં, એજ કાગળ ઉ૫૨ ક૨વાની ૨હેશે.
અરજદારનો પોતાનો પ્રશ્ન હોવો જોઈએ. તેમજ ગ્રામ્ય કક્ષાએ સંબંધિત કચેરી ખાતે રજુઆત કરેલી હોવી જોઈએ, જો ત્યાંથી પડતર હોય તેવા પ્રશ્ન તેમજ પ્રશ્ન તાલુકા કક્ષાનો હોવો જોઈએ. બીજાનો પ્રશ્ન રજુ કરી શકાશે નહી. તેમજ એક જ વિષયની એક અરજી સ્વિકારવામાં આવશે. અરજદારે આધાર પુરાવા સહીત કરેલ અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવશે.
અરજીના મથાળે ”તાલુકા સ્વાગત કાર્યક્રમ’ લખવાનું રહેશે. તેમજ અ૨જીમાં પોતાનો મોબાઈલ નંબર ખાસ દર્શાવવાનો રહેશે. પોસ્ટ કાર્ડ કે આંતરદેશિય પત્રો વિગેરે ઉ૫૨ કરેલ અરજી કરી શકશે નહી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કોઈપણ અરજદાર એકથી વધુ પ્રશ્નો પુછી શકશે નહી તેમજ અગાઉ લેવાયેલ પ્રશ્નો પુનઃ મોકલી શકાશે નહી.
આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટ૨, સ્ટે. (મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી. જેની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.