Gujarat

તા.૧૫ એપ્રિલ-૨૦૨૩ થી ૧૦,૦૦૦ની મર્યાદા લાગુ રાજ્યમાં

તા.૧૫ એપ્રિલ -૨૦૨૩થી નવી જંત્રી અમલમાં આવનાર છે. જેથી તા.૧૪-૪-૨૦૨૩ સુધી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટે ઘસારો રહેવાની શક્યતા છે. જેથી લોકો તા.૧૪-૪-૨૦૨૩ સુધી સુધી કોઈપણ મર્યાદા વગર બેંકોમાં ફ્રેંકીંગ પદ્ધતિ મારફત સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી શકશે.

સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાના અલગ અલગ માધ્યમો અમલમાં છે. તેમાંથી નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ તા.૧-૧૨-૨૦૧૯થી રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે. તે સિવાય હાલ ફ્રેન્કીંગ પદ્ધતિઇ-સ્ટેમ્પિંગ પદ્ધતિ તથા ઇ-પેમેન્ટ પદ્ધતિ અમલમાં છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ફ્રેન્કિંગ પદ્ધતિ તા.૩૧-૩-૨૦૨૫ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ તેમાં તા.૧૫-૪-૨૦૨૩થી એક ડોક્યુમેન્ટમાં રૂ.૧૦,૦૦૦ની મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

તા.૧૫-૪-૨૦૨૩ lથી રાજ્ય સરકાર દ્વારા જંત્રી ભાવમાં વધારાનો અમલ કરવામાં આવનાર છે. જેથી      તા.૧૪-૪-૨૦૨૩ સુધી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટે ધસારો રહેવાની શક્યતા રહેલ છે. તા.૧૪-૪-૨૦૨૩ સુધી ફ્રેંકીંગ પદ્ધતિ કોઈપણ મર્યાદા વગર ઉપલબ્ધ છે. તે સિવાય દરેક સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે તેમજ ઘણા બધા સ્ટેમ્પર વેન્ડરનોટરીચાર્ટડ એકાઉન્ટન્ટકંપની સેક્રેટરી પાસે ઈ સ્ટેમ્પિંગ કેન્દ્રો ઉપલબ્ધ છે. તેમજ નોંધણી પાત્ર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી ચુકવવા માટે ઇ પેમેન્ટ (ઓનલાઇન ઈ-ચલણ) પદ્ધતિ અને ૨૦૧૯થી ઉપલબ્ધ છે તેમ એક અખબાર યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *