આગામી તા.12 માર્ચને રવિવારના રોજ ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે છે. પ્રદર્શન
ગ્રાઉન્ડ ખાતેથી તેમના વરદ હસ્તે 151 નવીન બસોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રીઓશ્રી
રાઘવજીભાઈ પટેલ, શ્રી મૂળુભાઈ બેરા, સાંસદશ્રી પૂનમબેન માડમ, જામનગર(ઉત્તર)ના ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા,
જામનગર(દક્ષિણ)ના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
