ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આજે મહિલાઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્વારા ઘરેલું હિંસાથી પીડિત મહિલાઓને મદદ કરી પ્રશંસનીય કામગીરી કરી રહી છે.
કેશોદ તાલુકામાં એક મહિલા એ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગતા કેશોદ ૧૮૧ ટીમ ના કાઉન્સેલર ડાયબેન માવદીયા ટીમ સાથે તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. મહિલાનુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલા ના લગ્ન બાદ તેના પતિને કેફી દ્રવ્યોનુ વ્યસન લાગતા મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હતા. છેલ્લાં ત્રણ મહિનાથી મહિલા તેમના પિયર રીસામણે બેઠી હતી. મહિલાના પતિ પિયર આવવાના હોય ૧૮૧ અભયમનો સહારો લીધો હતો. તેથી સ્થળ પર મહિલાના પતિનુ કાઉન્સેલિંગ કરી કાયદાકીય માહિતી આપી હતી.
મહિલાના પતિ ને આગેવાનોની હાજરીમાં બાળકોના ભવિષ્ય અંગે સમજણ આપી તથા પતિ પત્નીના મતભેદ દૂર કરી કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ નિરાકરણકારી સમાધાન કરાવી ત્રણ મહિનાથી તિરાડ પડેલ ઘર સંસારને ફરીથી જોડી ૧૮૧ ટીમ દ્વારા ઉમદા કામગીરી કરેલ હતી.
