Gujarat

થેલામાં રોકડ રૂપિયા ૮,૦૦૦ સહિત ૧૨,૦૦૦નો સામાન પરત મળતા પોલીસનો આભાર માન્યો

માણાવદર રહેતા અને કામ અર્થે જૂનાગઢ આવેલા દિવ્યાબેન દેવાયતભાઇ હુણ મધુરમ વિસ્તારથી ગીરનાર દરવાજા તરફ જવા ઓટો રીક્ષામાં બેઠા હતા. તેમની સાથે રાખેલ ૧ થેલો કે, જેમાં રોકડ રૂપિયા ૮૦૦૦ તથા એ.ટી.એમ કાર્ડ, કપડા સહિત કુલ ૧૨,૦૦૦ રૂપીયાના સામાનનો થેલો ઓટો રીક્ષામાં જ ભુલી ગયા હતા. તેઓએ શોધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ઓટો રીક્ષા મળેલ નહી. તેઓ વ્યથિત થઈ ગયા હતા. આ બાબતની જાણ સી ડીવીઝનના પી.એસ.આઇ. જે.એમ.વાળાને કરતા જિલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) તથા સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમાશેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.

જૂનાગઢ હેડ કવા.ના ડી.વાય.એસ.પી. એ.એસ. પટણી તથા જૂનાગઢ ડિવિઝનના ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પો.સ્ટે.ના પી.એસ.આઇ. શ્રી જે.એમ.વાળા, રોહીતભાઇ ધાંધલ, દીલીપભાઇ ડાંગર, મનીષભાઇ હુંબલ તથા નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. અંજનાબેન ચવાણ, હીનાબેન વેગડા, જીતુસીંહ જુંજીયા, એન્જીનીયર મસુઅદઅલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી દીવ્યાબેન હુણ જે સ્થળેથી ઓટો રીક્ષામાંથી ઉતરેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરી ઓટો રીક્ષાના નંબર GJ 01 CZ 6939 શોધેલ અને તે આધારે ઓટો રીક્ષાના માલીક જીતેન્દ્રભાઇ મહેશભાઇ તન્નાને શોધી સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા પૂછપરછ કરી હતી. ઓટો રીક્ષા ચાલક પણ પોતાની ઓટો રીક્ષામાં કોઇ પેસેન્જર થેલો ભુલી ગયાનુ જણાવ્યું હતું. આ થેલો કોનો છે? અને તેમાં શુ છે? તે પણ તેમને ખ્યાલ ન હતો. નેત્રમ શાખા તથા સી ડીવીઝનના પોલીસ સ્ટાફ દ્રારા રોકડ રૂપીયા ૮૦૦૦ સાથેની કુલ રૂ.૧૨,૦૦૦ની કીંમતનો થેલો શોધી દીવ્યાબેન હુણને પરત અપાવ્યો હતો. .

જૂનાગઢ પોલીસ સ્ટાફ દ્વારા ૮,૦૦૦ રોકડ રૂપીયા સાથેની કુલ રૂ.૧૨,૦૦૦ની કીંમતનો થેલો શોધી દીવ્યાબેન હુણને પરત સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી દીવ્યાબેન હુણ પ્રભાવિત થયેલ અને ખુબજ ભાવુક થઇ ગયા હતા અને તેમણે જણાવેલ કે આ થેલો પરત મળશે તેવી તેમણે આશા છોડી દીધી હતી. પરંતુ પોલીસના કારણે પરત મળ્યો છે. આથી નેત્રમ શાખા તથા સી ડીવીઝન પોલીસનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

thelo-parat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *