Gujarat

દરસાલી ગામની તેજલ ગઢવીને ગોલ્ડ મેડલ એનાયત

માંગરોળ તાલુકાના દરસાલી ગામે રહેતા જશુદાન ખળેળ ગઢવી સામાન્ય પરિસ્થિતિછે  પરિવારમાં પતિ પત્ની બે દિકરી એક દિકરો પાંચ વ્યક્તિનુ કુટુંબછે સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં જશુદાન ગઢવીએ પોતાના સંતાનોને અભ્યાસ કરાવ્યો તેજલ ગઢવીએ
ધોરણ એકથી પાંચમાં નગીચાણા સીમશાળા સીમશાળામા અભ્યાસ કરી ધોરણ છ થી આઠ
 નગીચાણા પ્રાથમિક શાળા અભ્યાસ કર્યો હતો ધોરણ નવથી બાર સુધી સરમણભાઈ મારૂ હાઈસ્કૂલ નગીચાણા અભ્યાસ કર્યો હતો જુનાગઢની બહાઉદ્દીન આર્ટસ એન્ડ કોલેજમાં કોલેજ એમ પુર્ણ કરેલ જેમાં
એમએ સંસ્કૃતમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પહેલાં નંબરે ઉત્તીર્ણ થતાં ગોલ્ડ મેડલ પ્રમાણપત્ર સાથે સન્માનિત કરવામાં આવેલ સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદર ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા રાજ્ય કેબીનેટ મંત્રી રૂષીકેશ પટેલ સાંસદ રમેશભાઈ ધડુક કથાકાર રમેશભાઈ ઓઝા સહિતની ઉપસ્થિતિમાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ તેજલ ગઢવીને ગોલ્ડ મેડલ એનાયત થતાં સગા સંબંધીઓ પરિવારજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી તેજલ ગઢવી ગોલ્ડ મેડલ મેળવતા પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ હતી પરિવારજનોએ તેજલ ગઢવીને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
તેજલ ગઢવીનું આઈએએસ બનવાનું સ્વપ્નછે
યુપીએસસી તૈયારી કરી યુપીએસસી પાસ કરી  આઈએએસ બનવાનું સ્વપ્નછે જે સાકાર કરી પરિવાર સમાજનુ ગૌરવ સાથે સ્વપ્ન પુુુુરૂં કરશેે તેવુું તેજલ ગઢવીએ જણાવ્યું હતું
નરેશ રાવલીયા કેશોદ

IMG-20230507-WA0162.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *