Gujarat

દાંતા અને અંબાજીમાં સેનિટેશન રાઉન્ડ નું આયોજન કર્યું જેમાં દાંતા માં 50 અને અંબાજી માં 46 જગ્યાઓને ચકાસણી કરી દંડ વસૂલ કરવામાં આવ્યો

*હોટલ,પાર્લર,પાણીપૂરી નાસ્તાની લારીઓ તેમજ ઠંડાપીણાં ની દુકાનો ની સ્વચ્છતા તેમજ આરોગ્ય ચકાસણી કરાઈ*
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપેડેમીક અધિકારી ની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી દાંતા  ડો.નિશાબેન ડાભી ના માર્ગદર્શન હેઠળ દાંતા તાલુકા ના દાંતા અને ,અંબાજી માં સેનિટેશન રાઉન્ડ દ્વારા તા ૧૭-૦૪-૨૦૨૩ હોટલ,પાર્લર,પાણીપૂરી નાસ્તાની લારીઓ ,તેમજ ઠંડાપીણાં ની દુકાનો ની સ્વચ્છતા તેમજ આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ આ ચકાસણી દરમિયાન ક્ષતિ જણાઈ આવેલા એકમોને સ્થળ ઉપર નોટીસ આપી તાકીદ કરવામાં આવેલ તેમજ ગ્રામ પંચાયત દ્વારા દંડ ની રકમ વસૂલ કરવામાં આવેલ. જેમાં દાંતા ખાતે કુલ 50 ખાણી પીણી ની જગ્યાઓને ચકાસણી કરી પંચાયત દ્વારા કુલ રૂ 5100 નો દંડ વસૂલ કરવામાં આવેલ હતો અને અંબાજી ખાતે 46 જગ્યાઓને ચકાસણી કરી.૩૨૦૦.રૂ દંડ વસૂલ કરવામાં આવેલ હતો.
      ઉપરોક્ત કામગીરી માં તાલુકા આરોગ્ય સુપરવાઇઝર  એચ.આર.જોષી તેમજ આરોગ્ય સુપરવાઇઝરઓ તેમજ મ.પ.હે.વ ભાઈઓ અને મેડીકલ ઓફીસર સેબલ પાણી ની ટીમે માન.ટી.એચ.ઓ ડો.નિશાબેન ડાભી ના માર્ગદશન હેઠળ કામગીરી કરેલ આવી હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230417_210551.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *