Gujarat

દાંતા તાલુકામાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડાદ ના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર કેસરપુરા ખાતે કરાઈ

*આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવા આવ્યું*
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત માનનીય શ્રી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ડૉ. જયેશ પટેલ અને એપિડેમિક મેડીકલ  ઓફિસર ડૉ. જીગ્નેશ હરિયાણી સાહેબશ્રી ની સુચના તથા તાલુકા આરોગ્ય અધિકારી મેડમ ડૉ. નિશાબેન ડાભી ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કે. હડાદ ના મેડીકલ ઓફિસર શ્રી ડૉ. સુલતાન સિપાઇ સાહેબે ના માર્ગદર્શન અનુસાર આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવા માં આવેલ.  કેસરપુરા મુકામે  ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું. તેમાં પોરભક્ષક માછલી – ગપ્પી માછલી, એબેટ, દવાયુક્ત મચ્છરદાની, બળેલું ઓઇલ તથા પોરા નિદર્શન કરવામાં આવેલ. તથા મચ્છરજન્ય રોગચાળો કેવી રીતે ફેલાય છે અને તે અટકાવવા માટેના ઉપાયો વિશે માહિતી આપવામાં આવી તેમજ ગામના વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230516-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *