Gujarat

દાહોદના ઉકરડીમાં જાહેરમાં જુગાર રમતા ૫ લોકો ઝડપાયા

દાહોદ
દાહોદ પાસે ઉકરડી ગામે દાળમીલની પાછળ રમાતા જુગાર પર સાંજના સુમારે તાલુકા પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો.પોલીસે પાંચ જેટલા જુગારીઓને રોકડ, પત્તાની કેટ, ૪ મોબાઈલ વગેરે મળી રૂા. ૨૧,૬૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેલસર ગામના સોમાભાઈ માનસીંગભાઈ મેડા, લાલુભાઈ મલાભાઈ મેડા, ઉસરવાણના માવી ફળિયાના હીમ્મતભાઈ હરમલભાઈ માવી, ઝાલોદ રોડ, રામા હોટલ પાસે રહેતા અજયભાઈ પોપટભાઈ સાંસી, તથા દેલસર ગામના ડુંગરા ફળિયામાં રહેતા મુકેશભાઈ પુનીયાભાઈ ડામોર એમ પાંચે જણા સાંજના સુમારે ઉકરડી ગામે દાળ મીલની પાછળ પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા હોવાની દાહોદ તાલુકા પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે દાહોદ તાલુકા પોલીસે સાંજે બાતમીમાં દર્શાવેલી જગ્યાએ ઓચિંતો છાપો માર્યો હતો.ત્યારે જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પરંતુ પોલીસે તેઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા. તમામને ઝડપી પાડી દાવ પરથી તથા અંગઝડતીના મળી રૂા. ૧૦,૬૫૦ની રોકડ, પત્તાની કેટ નંગ-૧ તા રૂપિયા ૧૧૦૦૦ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી રૂા. ૨૧,૬૫૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.આ સંબંધે તાલુકા પોલીસે ઉપરોક્ત પાંચે જુગારીઓ વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *