છરી, લાકડાનો ધોકો તથા ધારીયુ જેવા હથિયાર મળી આવતા ચકચાર મચી..
ઊનાનાન દેલવાડા ગામે ચોકડી નજીક એક કાર શંકાસ્પદ આવતી જણાતા જીલ્લા એસ ઓ જી ની ટીમે આ કારને રોકાવી તલાસી
લેતા કારના પાછળની ડેકી માંથી પ્લાસ્ટીકના હાથા વાળી છરી, લાકડાના હાથાવાળુ ધારીયુ તેમજ લાકડાનો ધોકો સહીત ગે.કા.
હથિયારો સાથે બન્ને શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.આ અગંની પ્રાપ્ત વિગત મુજબ અક્ષયસિંહ
રાદેવસિંહ ગોહીલ રહે. અનંતવાડી રામબાગ, ભાવનગર તેમજ સાગર મહેશ ચાવડા રાજપુત સુભાષનગર, ભાવનગર વાળા આ
બન્ને શખ્સો કાર નં.જીજે. ૩૮ બીબી ૧૭૧૦માં દેલવાડા ચોકડી નજીક પસાર થતાં જીલ્લા એસ ઓ જી ટીમના ઇબ્રાહીમશા
બાનવા, લખમણ મેતા, સુભાષ ચાવડા, કમલેશ પીઠીયા તેમજ મેહુલસિંહ પરમારને આ કારમાં શંકાસ્પદ જણાતા કારને રોકાવી તેમાં
તલાસી લેતા પાછળના ભાગે આવેલી ડેકીની અંદર છુપાવેલ પ્લાસ્ટીકના હાથા વાળી છરી નં. ૩, લાકડાના હાથાવાળુ ધારીયુ નં. ૧
તેમજ લાકડાનો ધોકો સહીત ગે.કા. હથિયારો મળી આવેલ અને આ બન્ને શખ્સોને હથિયાર, કાર મુદામાલ સાથે બન્ને શખ્સોને
પકડી પાડી આગળની વધુ પુછપરછ હાથ ધરવામાં આવેલ છે. આ અંગે હથિયાર બંધી જાહેરનામા ભંગ મુજબ પોલીસે ગુન્હો દાખલ
કરેલ છે.
