Gujarat

દેલવાડા મચ્છુન્દ્રી નદી પર રૂ. ૭ કરોડના ખર્ચે ભ્રષ્ટાચારનું ચણતર થઇ રહ્યુ છે.

આ કરોડો રૂ.ના પુલમાં સાવ હલકીકક્ષાના મટીરીયલ્સના વપરાશથી ગ્રામજનોમાં રોષ…..
ઊના – ઊના તાલુકાના દેલવાડા નજીકથી પસાર થતી મચ્છુન્દ્રી નદી પર પુલ ન હોવાથી ચોમાસાની સીઝનમાં વ્યાપક વરસાદ
પડવાથી આ વિસ્તારનના ૧૨ થી ૧૫ ગામો ચોમાસાની સીઝનમાં વિખુટા પડી જતા હોય છે. આ બેઠા પુલ પર નવાપુલના નિર્માણ
માટે રાજકીય આાગેવાનો દ્રારા સરકારમાં અનેક વખત રજુઆત કર્યા બાદ આ નદી પર રૂ.૭ કરોડના ખર્ચ પુલ બનાવાની સરકાર
માંથી મંજુરી મળ્યા બાદ છેલ્લા ઘણા સમયથી ખાનગી એેનજ્સી દ્રારા પુલનુ; કામ ગોકળ ગાયની ગતિએ શરૂ તો કર્યુ પરંતુ આ પુલ
પર ભ્રષ્ટાચારનું ચણતર થઇ રહ્યુ હોવાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામેલ છે.
આ ભ્રષ્ટાચાર સ્વરૂપે પુલના નિર્માણમાં સાવ હલકી કક્ષાના મટીરીયલ્સનો ઉપયોગ થતો હોવાનું સ્પષ્ટ દેખાઇ આવતુ હોય તેમ આ
પુલનુ આયુષ્ય લાંબી નહી ચાલે તેવુ અત્યારથીજ જાણકારોનું માની રહ્યા છે. કારણકે આ રૂ.૭ કરોડના બનતા પુલમાં રેતી સાવ હલકી
કક્ષાની વપરાતી હોય તેમ નદીની રેતેમાં વ્યાપક પ્રમાણમાં માટીનો ભાગ આવતો હોય કોન્ટ્રાક્ટર દ્રારા આ કામમાં આવુ હલકી
ગુણવતાના મટીરીયલ્સનો વપરાશ થતો હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્રારા આંખ આડા કાન કરી રહ્યા હોવાનો તાલ જોવા મળી રહ્યો
છે. તે સીવાય આ પુલના કામમાં સૈથી મહત્વનું મટીરીયલ્સ રેતી હોય છે. પરંતુ આ રેતીની જગ્યાએ માટી વપરાતી હોય તેમ રેતીમાં
રેતીના પ્રમાણ કરતા માટીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યુ છે. તેમજ આ પુલના કામ ગણ્યા ગોઠ્યા મજુરો દ્રારા કામ થતુ હોય છે.
તેમજ આ રૂ.૭ કરોડના પુલના કામ દરમ્યાન એક એન્જીન્યર સતત મોનેટરીંગમાં રહેવો જોઇએ પરંતુ અહીયા એવુ કશુ છેજ ની આ
બાબતે દેલવાડા જી.પંચાયતના સદસ્ય દ્રારા વારંવાર આ પુલમાં થતી નબળી કામગીરી અંગે રજુઆત કરી છે. તે સીવાય ઉનાના
ધારાસભ્ય કે સી રાઠોડ પણ આ પુલની સ્થળ મુલાકાત લીધી હોવા છતાં આ કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ હલતુ ન હોય તેમ
ભ્રષ્ટાચારરૂપી પુલ બની રહ્યો છે. ત્યારે આ પુલનું આયુષ્ટ કેટલુ તેવા અનેકક સવાલો ઉઠવા પામેલ છે. જ્યારે ભુતકાળમાં દેલવાડા
ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા પણ આ પુલ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલ હતી. ત્યારે આટલા સમયથી અ પુલની કામગીરી શરૂ હોય
અને વારંવાર રજુઆત થતી હોવા છતાં પણ તંત્ર દ્રારા પણ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ફરીયાદ ગ્રામજનો માંથી ઉઠવા પામેલ
છે.
બોક્ષ્- પુલમાં રેતીનું પ્રમાણ ઓછુ અને માટીનું પ્રમાણ વધુ…
દેલવાડા મચ્છુન્દ્રી નદી પર બનતા પુલમાં હલકી ગુણવતાનું મટીરીયલ વપરાતુ હોય તેમ આ પુલ બનાવામાં ઉપયોગમાં લેવાતી
રેતીમાં રેતુનું પ્રમાણ ઓછુ અને માટીનુ પ્રમાણ વધુ હોવાનુ દેખાઇ આવે છે..
બોક્ષ્ – ધારાસભ્ય સ્થળ મુલાકાત કરી મટીરીયલ્સ નિહાળ્યુ….
આ પુલમાં જે મટીરીયલ્સનો વપરાશ થઇ રહ્યો છે તે મચ્છુન્દ્રી નદીના પુલની મુલાકાત વખતે મટીરીયલ્સ નિહાળ્યુ ત્યારે ધારાસભ્ય
રાઠોડ પણ ચોકી ઉઠયા હતા.

-નદી-પર-રૂ.-૭-કરોડના-ખર્ચે-ભ્રષ્ટાચારનું-ચણતર-થઇ-રહ્યુ-છે-5.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *