Gujarat

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૦૯૩ કેસ, એક્ટિવ કેસની સંખ્યા ૫૭,૦૦૦ થી વધુ નોંધાઈ

નવીદિલ્હી
ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં થોડો ઘટાડો નોંધાયો હતો. સરકારી આંકડા મુજબ ૧૬ એપ્રિલ ૨૦૨૩ ના રોજ દેશમાં ૧૦,૦૯૩ નવા કેસ નોંધાયા હતા. શનિવારે આ આંકડો ૧૦,૭૫૩ કેસ પર હતો જ્યારે શુક્રવારે ૧૧,૧૦૯ કેસ નોંધાયા હતા. છેલ્લા ૨ દિવસની સરખામણીમાં રવિવારે ઓછા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ૫૭,૫૪૨ નોંધાઈ હતી જે કુલ કેસના ૦.૧૩ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬,૨૪૮ દર્દીઓ સ્વસ્થ થયા હતા. એટલે કે રિકવરી રેટ હાલ ૯૮.૬૮ ટકા છે. જાે કે રવિવારે કોરોનાથી ૨૩ લોકોના મોત થયા હતા. તેના કારણે મૃત્યુ દર ૧.૧૯ ટકા થયો અને મૃત્યુઆંક વધીને ૫,૩૧,૧૧૪ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૭ રસીકરણ સાથે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૨૦.૬૬ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૧,૭૯,૮૫૩ કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *