Gujarat

દેસના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સ્વચ્છતા અભિયાન ના લીરેલીરા જામકંડોરણા નું તંત્ર ઉડાવી રહ્યું છે

જામકંડોરણામા કરોડ ખર્ચ બનેલાં  રીવરફ્રન્ટની સ્થાનિક તંત્ર ના પાપે દુર્દશા બેઠી
        જામકંડોરણા અને જસાપર વચ્ચે આવેલી ઉતાવડી નદી ના તટ પર જામકંડોરણા ની આમ પ્રજા માટે સરકાર દ્વારા કરોડ ના ખર્ચે રીવરફ્રન્ટ બનાવવામા મંજૂર કરવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટરો ની કરામતો ભ્રષ્ટાચારીયો ની મિલીભગત થી ભ્રષ્ટાચાર થી ભરપૂર એવો રીવરફ્રન્ટ જામકંડોરણા ની પ્રજા ને ધાબડી દીધો હતો આજે રિવરફ્રન્ટ સાફ સફાઈના અભાવે કચરા અને ગંદકીના ઢગ સર્જાયા છે. તેમજ જામકંડોરણા ની ગટરનું ગંદું બદબુદાર સીધેસીધું પાણી ઉતાવડી નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે આ નદીનું પાણી દુષિત થતા દુર્ગંધ ફેલાય છે. જામકંડોરણાનુ સ્થાનિક તંત્ર ની આળસ કહો કે અણઆવડત હાલ આ નદી અને રીવરફ્રન્ટની આસપાસ ફેલાયેલી ગંદકી દુર કરવામાં ન આવે તો તેના કારણે આ વિસ્તારમાં રોગચાળો પ્રસરવાની પણ ભીતિ રહેલી છે.  તંત્ર દ્વારા આ વિસ્તારમાં કચરો અને ગંદકી નિયમિત સાફ કરવામાં નહી આવતા સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
    હાલમાં જામકંડોરણા કોરોનાનો પગ પસારો થઈ ગયો છે બીજી તરફ આ નદી ગંદકી રીવરફ્રન્ટ ની દુર્દશા ના કારણે બીજી બિમારી ને આમંત્રણ આપી રહ્યું છે. તંત્ર દ્વારા  સ્વચ્છતા અંગે ની મોટી મોટી બુલબાંગો  ફુંકવામાં આવી રહ્યા છે. તંત્ર ના કોઈ પણ અધિકાર ને સ્વચ્છતા અંગે ના પાઠ શીખવા હોય તેને જામકંડોરણા ખાતે આવેલા રીવરફ્રન્ટ ની એક વાર અવશ્ય મુલાકાત લેવી તેવી સ્થાનિક લોકોએ તંત્ર વિરુદ્ધ રજુવાત કરી છે

IMG_20230405_122744.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *