વંથલી તાલુકાના ધંધુસરમાં મામાદેવના મંદિર તરફ જતા રસ્તામાં રૂ. ૫.૫૦ લાખના ખર્ચે નાળાપુલિયાનું નિર્માણ કરવામાં આવશે. જન સુવિધામાં વધારો કરનાર આ કામને વર્ષ ૨૦૨૩-૨૪ના ૧૫ % વિવેકાધીન (સામાન્ય) જોગવાઈના અનુદાન હેઠળ આવરી લેવામાં આવ્યું છે. તેને જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આમ, આ પુલીયાના નિર્માણથી લોકોની સુવિધામાં વધારો થશે.
