*રાજ્ય સરકાર સાથેની બેઠકમાં આવ્યો નિરાકરણ મોહનથાળ પ્રસાદ રહેશે ચાલુ*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે મોહનથાળના પ્રસાદના વિવાદ નો અંત શ્રદ્ધા અને આસ્થા નો થયો વિજય. રાજ્ય સરકાર સાથેની બેઠકમાં આવ્યું સુખદ નિરાકરણ મોહનથાળ પ્રસાદ રહેશે ચાલુ આ નિર્ણયથી કરોડો માતાજીના ભક્તોમાં ખુશી નો મોલ જોવામાં મળી રહ્યો છે ત્યારે સરકારના નિર્ણયને યાત્રિકો અને ગામજાનો આવકારી રહ્યા છે અને સરકાર દ્વારા સનાતન હિંદુ ધર્મની લાગણી આસ્થા અને શ્રદ્ધા જોઈ માતાજીનો મોહનથાળ નો મહાપ્રસાદ ફરી શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ગામજનો અને યાત્રિકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે અને ભવિષ્યમાં જ્યારે પણ સરકાર સનાતન હિંદુ ધર્મના આસ્થાના અને શ્રદ્ધાના કેન્દ્રમાં કોઈપણ નિર્ણય લે તેને સોચી સમજી વિચારીને પછી નિર્ણય લેવામાં આવે જેથી સનાતન હિંદુ ધર્મના લોકોની આસ્થા ના ઠેસ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખી નિર્ણય લેવામાં આવે અને મામ પ્રસાદ મોહનથાળ ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર ના નિર્ણયથી માતાજી ના ભક્તજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

