Gujarat

ધર્મનગરી યાત્રાધામ અંબાજી ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન મંદિરો ભક્તોથી ઉભરાયા

*હનુમાનજીના મંદિરોમાં સમૂહ હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરાયું*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે નાના મોટા અને કો મંદિરો આવેલા છે જ્યારે ચૈત્રી નવરાત્રી હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે અંબાજીમાં આવેલા હનુમાન મંદિરો ભક્તોથી ઉભરાયા ઠેર ઠેર હનુમાનજીના મંદિરોમાં હનુમાન ચાલીસા ના પાઠ સુંદરકાંડના પાઠ અને દાદા ને વિવિધ જાતના પ્રસાદો સાથે ૫૬ ભોગ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથીજ અંબાજીના તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શને પહોંચ્યા હતા અને હનુમાનજી મંદિરોમાં યજ્ઞ હવનો રામધૂન સુંદરકાંડ ના પાઠ હનુમાન ચાલીસા ના પાઠ વગેરે કાર્યક્રમોમાં સામેલ થવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા અને ઠેર ઠેર મંદિરોમાં રામજીના જય ઘોષ ઉચ્ચારતા ભક્તો જોવા મળી રહ્યા હતા.
*બોક્સ..*
*મહંત થાણાપતિ શ્રી વિજયપુરી મહારાજ ના સાનિધ્યમાં શ્રી અંબાજી સંત સેવા મંડળ દ્વારા મહાઆરતી કરાઈ*
માનસરોવર કુંડ સામે બોલાગીરી મહારાજની ધૂણી પર આવેલા હનુમાનજી ના મંદિરમાં મહંત થાણાપતિ શ્રી વિજયપુરી મહારાજ ના સાનિધ્યમાં શ્રી અંબાજી સંત સેવા મંડળ દ્વારા મહાઆરતી અને હનુમાન ચાલીસા ના સમૂહ પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *