Gujarat

ધી ગણદેવી પીપલ્સ કો ઓપરેટીવ બેંક લિ.ના ૧૭ બોર્ડ ઑફ ડિરેક્ટર માટેની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું

નવસારી
નવસારી જિલ્લાની એકમાત્ર અને પોતીકી કહી શકાય એવી ધી ગણદેવી પીપલ્સ કો ઓપરેટીવ બેંક લિ. ના ૧૭ બોર્ડ ઑફ ડિરેક્ટર માટેની ચૂંટણી આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. બેંકના ૨૫ હજાર સભાસદો મતદાન કરી ૩૪ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ગાયકવાડી રાજમાં ગણદેવી પંથકમાં ચાલતા વણાટ ઉદ્યોગના ઉદ્યોગકારોએ વર્ષ ૧૯૨૯માં શરૂ કરેલી ગણદેવી તાલુકા સહકારી બેંક આજે ૯૪ વર્ષે વટવૃક્ષ બની નવસારી જિલ્લામાં ૫ શાખાઓ ધરાવતી ધી ગણદેવી પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિ. નવસારીની એક માત્ર પોતીકી બેંક બની રહી છે. આગામી ૫ વર્ષ માટે બેંકના ૧૭ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી આજે સવારે ૮ વાગ્યાથી શરૂ થઈ છે, જેમાં બેંકના નોંધાયેલા ૨૪ હજાર સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણી જંગ ખેલી રહેલા ૩૪ ઉમેદવારોમાંથી બેંકના ગણદેવી, અમલસાડ અને બીલીમોરા વિભાગમાં ભાવિ ડિરેક્ટરને ચુંટશે.

Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *