ગીરગઢડાના ધોકડવા, સણોસરી, અંબાડા સહીતના ગામોથી શાહી નદી ગીરજંગલ માંથી પસાર થતી હોય આ નદીમાં ચોમાસા દરમ્યાન ચાર થી પાંચ વખત ઘોડાપુર આવતુ હોય છે. આ નદીમાં ચેકડેમ જેવા પાણી સંગ્રહ થાય તેવા પાકા ચેકડેમ ખુબજ ઓછા છે. જેથી શાહી નદીનુ પાણીનો વેડફાટ થઈ દરીયામાં જતું રહે છે. આથી શાહી નદીના કાંઠે અંબાડા અને સણોસરીની ખરાબાની જમીન આવેલી છે જે ધોકડવા થી સણોસરી પુલ અને ધોકડવા થી અંબાડા વાળા રસ્તે આવેલ પુલ આ બંન્ને પુલ વચ્ચે આવેલ જમીનને તળાવમાં ફેરવવામાં આવે તો ખુબજ મોટું તળાવ નજીવા ખર્ચે બને તેમ છે. તેમજ આ વિસ્તાર તળાવના લીધે ખેડુતો તથા આસપાસના લોકોને વધુ ફાયદો થાય તેમ છે. આ તળાવ બનાવવા સરકાર દ્રારા મંજુર કરવામાં આવે તો પાંચ થી સાત ગામના પાણીના સ્તર ઉપર આવે તેમ છે. અને હજારો કુવા બોર જીવીત થાય તેમ છે. તેમજ આ વિસ્તાર લીલી નાઘેર બને અને ઉનાળામાં જે પીવાના પાણીની અને ખેડુતોને જમીનમાં જે પાણીની અછત સર્જાય છેતે પશ્ન કાયમી માટે દુર થશે. આમ વિસ્તારના ધોકડવા અંબાડા રસ્તે બન્ને પુલ વચ્ચે તળાવ બનાવવા કામગીરી કરવા માટે તંત્ર દ્રારા સર્વે કરી તળાવ બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવા મનુભાઇ કવાડએ જીલ્લા કાર્યપાલક ઇજનેર સ્ટેટ સિંચાઇ વિભાગને લેખિત રજુઆત કરી માંગ કરી હતી.
