પેટા
સામાજિક આગેવાન યોગેશ ભાસાએ રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે, આત્મવિલોપનની ચીમકી પછી પણ ખનીજ ચોરી બેરોકટોક ચાલુ જ છે !
ધોરાજી તાલુકામાં ધોરાજી શહેર પાસે આવેલ ભાદર નદીમાં, ભાદર-૨ ડેમની નીચેના ભાગે નદીમાં ખુલ્લે આમ ચાલતી ખનીજ ચોરી બાબતે ઘણીવાર જવાબદાર અધિકારીઓને લેખીતમાં ફરિયાદ કરાઇ છે છતા પણ કોઈપણ જાતની કાર્યવાહી કરવાના બદલે સંબંધિતો આ ખનીજચોરોને સહકાર આપી રહયા છે. અગાઉ આ જગ્યા ઉપર ખનીજ ચોરો ધ્વારા ખાણખનીજના અધિકારીઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગેની એફ.આઈ.આર. પણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. આ ખનીજ ચોરો ખુબ જ માથાભારે અને મોટી રાજકીય વગ પણ ધરાવે છે. એ કારણે ખનીજચોરોને સહકાર આપનાર તમામ જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા શહેરના સામાજિક આગેવાન યોગેશ ભાસાએ મુખ્યમંત્રી ઉપરાંત ગૃહમંત્રી, ખાણ ખનીજ મંત્રી, ગુજરાત રાજય., ખાણ ખનીજ વિભાગ, ગાંધીનગર અને રાજકોટ જિલ્લા કલેકટરને ફરી એક વખત લેખિત રજૂઆત કરી છે.
કલેકટર સાહેબશ્રી, રાજકોટ.
રજૂઆતમાં અરજદારે જણાવ્યું છે કે ગઈ તા. ૧૦/૦૨/૨૦૨૩ના રોજ ડે. કલેકટરને ખનીજ ચોરી રોકવા માટે લેખીત ફરીયાદ આપેલી હતી અને જો આઠ (૮) દિવસમાં ખનીજ ચોરી બંધ કરવામાં નહી આવે તો આત્મવિલોપન કરીશ તેવી લેખીમાં જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ સરકારી તંત્રના ભ્રસ્ટ અધિકારીઓ ધ્વારા આ ખનીજચોરો સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરાઇ નથી. જયારે તેને બચાવવા માટે ઉપલેટા તરફથી આવતા રેતીના ટ્રકોને રોકી તેની વિરૂધ્ધમાં સામાન્ય ઓવર લોડ જેવા ગુન્હા દાખલ કરીને આ ખનીજ ચોરોને બચાવવા પ્રયાસ કરેલો.
જયારે આ ખનીજ ચોરીનો વિડીયો ફુટેજ પણ ગુજરાતની ન્યુઝ ચેનલોમાં પ્રસારીત થયેલા છતા પણ પુરાવા હોવા છતા કોઈ કાર્યવાહી કરેલ નથી અને તેને બચાવવા માટે ધોરાજી પોલીસ અને ખાણ ખનીજ રાજકોટના અધિકારીઓ ધ્વારા તા. ૧૫/૨/૨૦૨૩ થી તા. ૧૯/૨/૨૦૨૩ સુધી ખનીજ ચોરોને આડકતરી રીતે જાણ કરીને બંધ રખાવેલ. આ પાંચ દિવસમાં ધોરાજી પોલીસ ઘ્વારા મારુ નિવેદન લેવામાં આવ્યુ હતું કે અત્યારે આ ખનીજ ચોરી બંધ છે અને ખાણ ખનીજના અધિકારીઓ ધ્વારા આ ખનીજ ચોરીની જગ્યાનું પંચનામું કરીને જવાબો ભરીને આ સમગ્ર પ્રકરણ બંધ કરવાના પ્રયાસો કરેલ છે.
અરજદારનો આક્ષેપ છે કે આજે પણ આ ખનીજ ચોરી ખુલ્લેઆમ થઈ રહી છે. કોઈ અધિકારીઓ ખનીજ ચોરી રોકવા માટેના પ્રયાસો કરતા નથી. પણ ખનીજ ચોરોને સહકાર આપી રહયા છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને સરકારને થતુ કરોડો રૂપીયાનું નુકશાન અટકાવવામાં આવે અને અધિકારીના કારણે સરકારને કરોડો રૂપીયાનું નુકશાન થયુ છે. તેની વસુલાત કરવામાં આવે તેવી કાર્યવાહી કરવા આ જાગૃત નાગરિક દ્વારા માંગ કરાઇ છે.
બોક્સ : હુમલાની સંભાવનાથી થરથર ધ્રૂજતા અરજદાર
ધોરાજી: યોગેશ ભાસાએ રજૂઆતમાં એવી દહેશત વ્યક્ત કરી છે કે, આ ખનીજચોરો ખુબ જ માથાભારે હોય અને તેમની સામે આ અધિકારીઓની મીલીભગત હોય અને આ લોકો દ્વારા મારા પર હુમલો કરવામાં આવે અથવા કોઈપણ રીતે મને હાનિ પહોંચાડવામાં આવે અથવા મારા ઉપર ખોટા ગુન્હા દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે. અંગે મારી જાન ઉપર જોખમ ઉભું થયેલ છે. તો તે બાબતે પણ યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.


