બોક્સ :—01
ધ્રાંગધ્રા શહેર નો 9 વર્ષ નો કરાટેબાજ અત્યાર સુધી માં યેલો બેલ્ટ મેળવી ચૂક્યો છે. આટલી નાની ઉંમરમાં સ્વિમિંગ, ક્રિકેટ, જિમનેસ્ટિક સહીતની રમતમાં પણ નોંધાપાત્ર કૌશલ્ય બતાવતો જેમલ ભવિષ્યમાં ધ્રાંગધ્રાનું નામ ચોક્કસપણે રોશન કરશે એમ હાલ લાગી રહ્યું છે
બોક્સ :——2
સુરેન્દ્રનગર અને ગુજરાત સ્ટેટ માં સિલ્વર મેડલ મેળવી ચૂકેલ 9 વર્ષનો કરાટેબાજ હવે નેશનલ કરાટે વાડોકાઈ ચેમ્પિયન સીપ માં ભાગ લેશે. ધ્રાંગધ્રાનાં નામાંકિત સ્પોર્ટ્સ કોચ દ્વારા જેમલને શુભકામનાઓ પાઠવવામાં આવી છે
ધ્રાંગધ્રા : (હિતેશ રાજપરા)
ધ્રાંગધ્રા શહેર માં કરાટે ની ટ્રેનિંગ આપી રહેલ કરાટે બ્લેક બેલ્ટ ભાવેશ સર પાસે દર વર્ષે બે થી ત્રણ બાળકો ગુજરાત માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી રહ્યા છે ત્યારે આ વર્ષે ધ્રાંગધ્રાનાં 9 વર્ષ નાં જેમલસિંહ જયદેવસિંહ ઝાલા જેઓ દ્વારા ડિસ્ટ્રીક્ટ બાદ સ્ટેટ લેવલ અને હવે નેશનલ લેવલ ઉપર કરાટે ફાઇટ માં ભાગ લેવા માટે 25મી વડોદરા ખાતે યોજાનાર વાડોકાઈ કરાટે ચેમ્પિયનસીપ 2023 ડો ફેડરેશન ઓફ ઈન્ડીયા કરાટે એસોસિયશન આયોજિત કરાટે સ્પર્ધામાં ભાગ લેશે.
ધ્રાંગધ્રા માં ફૂલગલી નાની બજાર વિસ્તાર રહેતા ઘનશ્યામસિંહ નથુભા ઝાલા જેઓ નાં પોત્ર જેમલસિંહ ઝાલા કરાટે વાડોકાઈ ચેમ્પિયન સીપ 2023 માં નેશનલ લેવલ ઉપર ભાગ લેશે અને જેમલસિંહ ની ઉમર 9 વર્ષ ની છે અને જેમલ હાલ ડિસ્ટ્રીક્ટ, સ્ટેટ અને હવે નેશનલ લેવલ સુધી ઉપર ભાગ લેશે…
ધ્રાંગધ્રા નાં 9 વર્ષ નો જેમલસિંહ દ્વારા કરાટે માં વાઈટ બેલ્ટ,રેડ બેલ્ટ, બ્લુ બેલ્ટ અને યેલો બેલ્ટ મેળવી ચૂક્યો છે જેને ગુજરાત કરાટે માં સિલ્વર મેડલ પણ પાપ્ત કરી ને પ્રમાણ પત્ર પણ મેળવ્યું છે. કરાટે બ્લેક બેલ્ટ ભાવેશ સર સાથે વાત કરતા જણાવવામાં આવ્યું કે જેમલસિંહ ખૂબ જ ઉત્સાહિત તેમજ પ્રમાણિક ખેલ દિલી સાથે ધ્યાનપૂર્વક કરાટે સ્પર્ધામાં પોતાનું કૌવત બતાવે છે જેઓ દ્વારા નેશનલ લેવલ ઉપર પણ સારું પ્રદર્શન કરી બતાડે તેમજ પોતાના પરિવાર સાથે સમગ્ર ધ્રાંગધ્રાનું નામ રોશન કરી બતાડે એવા આશીર્વાદ અને શુંભકામનાઓ છે.
[ 25 મી ઓલ ઇન્ડિયા વાડૉકાંઈ કરાટે ચેમ્પિયનશિપ 2023 ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા એસોસિએશન નેશનલ કરાટે સ્પર્ધા બરોડા ખાતે યોજાઇ રહી છે તેમાં ધાંગધ્રા 9 વર્ષ નાં જેમલસિંહ જયદેવસિંહ ઝાલા કરાટે નેશનલ લેવલ સ્પર્ધા માં ભાગ લેશે]


