Gujarat

ધ્રાંગધ્રા ભાજપનાં મોર્ચાઓ થકી વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી સામાજિક ન્યાંય સપ્તાહની ઉજવણી

(કાર્યકર સામાજિક ન્યાયનાં મહત્વને સમજે અને રાષ્ટ્ર નિર્માણમાં ઉત્તમ યોગદાન આપે એવા ઉદેશ્ય સાથે સપ્તાહની ઉજવણી : ધ્રાંગધ્રા ભાજપ)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ભાજપનાં 44 માં સ્થાપના દિવસને દેશ ભરમાં ભાજપ સંગઠન દ્વારા ગર્વ અને જોશથી ઉજવવામાં આવ્યો હતો સાથે પખવાડિયું સેવા થકી વિવિધ સેવાકીય કાર્યો કરી સામાજિક ન્યાય વ્યવસ્થામાં યોગદાન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.ધ્રાંગધ્રા ભાજપ સંગઠન દ્વારા દરેક મોરચાની ટિમને સેવાકીય જવાબદારી ફાળવેલ હતી જેમાં ધ્રાંગધ્રા શહેર ભાજપનાં યુવા મોરચા દ્વારા જાહેર સ્થળો ઉપર રહેલ ઐતિહાસિક સ્મારકોની જલ શુદ્ધિ કરવામાં આવી હતી તો અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટ, પેન અને મીઠાઈ આપવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.આ તકે ધ્રાંગધ્રા શહેર કિશાન મોરચા દ્વારા જોગાસર તળાવનાં બગીચાની સ્વચ્છતા સહીત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ લઘુમતી મોરચા દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી સેવાકીય યોગદાન આપ્યું હતું. આ સાથે ધ્રાંગધ્રા શહેર મહિલા મોરચા દ્વારા વાલ્મિકી સમાજના પરિવાર સાથે સમય કાઢી એમની સાથે ભોજન લેવાનો કાર્યક્રમ કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપ્યો હતો.ધ્રાંગધ્રા શહેર ભાજપ સંગઠન દરેક કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના મૂળ સિદ્ધાંત જન સેવાને મક્કમ નિર્ધાર બનાવી આખુ વર્ષ ઉમદા સેવાકીયકાર્યો કરી સામાજિક ન્યાય વ્યવસ્થાને મજબૂતી પ્રદાન કરવાનો સંકલ્પ આપવામાં આવ્યો હતો.

IMG-20230410-WA0137.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *