(અચાનક બેભાન થતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા શખ્સનું મોત નિપજ્યુ)
ધ્રાંગધ્રા: (હિતેશ રાજપરા)
ધ્રાંગધ્રા શહેરના આંમ્બેડકર સકઁલ નજીક બુધવારે બપોરના સમયે એક આશરે ૪૦ વષિઁય યુવાન બેભાન થઇ રોડ પર જ ઢળી પડતા રાહદારીઓ દ્વારા ૧૦૮ની મદદથી સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અથેઁ ખસેડાયો હતો આ તરફ હોસ્પીટલ ખાતે હાજર તબીબ દ્વારા સારવાર શરુ કરે તે પહેલા જ યુવાનનું મોત થતા તબીબની ટીમે મૃત ઘોષિત કરતા પોલીસને જાણ કરી સીટી પોલીસનો સ્ટાફ હોસ્પીટલ ખાતે પહોચી આ અજાણ્યા યુવાનના પરિવારજનોની શોધખોળ આદરી હતી જેમા પ્રાથમિક ધોરણે આધેડ રાણપુર તાલુકાના વતની હોવાનુ જાણવા મળ્યુ હતુ જોકે પોલીસ દ્વારા આધેડને ઓળખ થાય તે પુવેઁ મૃતદેહનુ પી.એમ કરવા માટેની કાયઁવાહી હાથ ધરી હતી.


