Gujarat

નાનાલીલીયા ના વતની ડો. કૌશિક ડોબરીયા ની મહાગુજરાત મેડિકલ એસોસિએશન સુરત ના પ્રમુખ પદે વરણી  

મહાગુજરાત મેડિકલ પ્રેક્ટિક્સ દ્વારા તારીખ 8 અને રવિવારના રોજ વર્ષ 2023 અને 2024માટે કાર્યકારી સમિતિના પદગ્રહણ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ પદે અમરેલી જિલ્લા ના નાના લીલીયા ના વતની અને સુરત સ્થાયી. ડોક્ટર કૌશિકભાઈ કાંતિભાઈ ડોબરીયા ની વરણી થતાં નાનાલીલીયા ગામ મા હર્ષ ની લાગણી ફેલાય છે ડો.કૌશિકભાઈ ના પીતા શ્રી પણ ડોક્ટર છે કૌશિક ડોબરીયા ના દાદાજી આઝાદી બાદ ગામના સરપંચ પદે ૪૮ વર્ષ રહી ચુક્યા છે  હાલમાં પણ પટેલ ડેલી તરીકે ઓળખાતા ફળીયા મા  ઉછરેલા ડો કૌશિક ડોબરીયા આજે સુરત મેડીકલ એશોશિએશન ના પ્રમુખ બનતા નાના લીલીયા ગામનું નામ રોશન કર્યું છે તેમજ તેમની ટીમનામંત્રી તરીકે ડોક્ટર જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ પાંચાણી અને સલાહકાર કમિટી ડોક્ટર કિશોર લાખણી ડોક્ટર ગોરધન કોશીયા ડોક્ટર ચેતન પટેલ અરવિંદ વિરડીયા અને ડોક્ટર જયેન્દ્ર પાંચાણી આ પદગ્રહણ સમારોહમાં પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ કિશોરસિંહ ચાવડા શ્રી કનુભાઈ માવાણી દાસભાઈ (લીલીયા વાળા બાલુભાઈ સોજીત્રા નનુબાપા મુખી વગેરે મહાનુભાવો તેમજ સુરતના નામાંકિત તબીબો હાજર રહ્યા હતા પ્રમુખશ્રી ડોક્ટર કૌશિકભાઈ ડોબરીયા એ સંસ્થાના આગામી સામાજિક શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમ વિશે માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સંજય ડુંગરાણી તેમજ ડોક્ટર પરેશ કાકડીયા દ્વારા કરવામાં આવ્યો હતો અને મંત્રી જીતેન્દ્ર પાંચાણી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી હનીફ કાતિયાર દ્વારા જણાવવા માં આવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230109-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *