Gujarat

નાળીયા માંડવીમાં થયેલ બોગસ પ્લોટીંગ કોંભાડમાં વર્ષો બાદ કમીટી દ્રારા તપાસ હાથ ધરાશે…

વર્ષોથી ચાલતા કોંભાડમાં તપાસ કરવા અધીકારી લાજ કાઢતા હતા. પરંતુ કમીટી દ્રારા તપાસ થશે…
ઊના- ઊનાનું નાળીયા માંડવી ગામ કેન્દ્રશાશીત પ્રદેશ દિવથી તદન નજીક આવેલ હોવાથી જમીનના ભાવ પણ આસમાને હોય અને
છેલ્લા એક દાયકાથી વધુ સમયથી આ ગામની ગામતળ જમીનમાં પ્લોટોનું હરરાજીથી વેચાણ થયા બાદ જે સરકારી જમીન હતી તે
જમીનમાં બોગસ પ્લોટો દર્શાવી કરોડો રૂપિયાની સરકારી જમીનનું બારોબાર વેચાણ કરી નાખ્યુ હોવાના તા.૯ મે ના અહેવાલ
પ્રસિધ્ધ થયા બાદ તંત્ર પણ ઉંધતુ ઝડપાયુ હતું.નાળીયા માંડવીમાં છેલ્લા ઘણા સમયથી સરકારી જમીન પર બોગસ પ્લોટો દર્શાવી
તેમની સનદો આપી બે નંબર જેવા મહત્વના ડોક્યુમેન્ટ વેચાણ કર્તાને બતાવી અને આ જમીનના દસ્તાવેજ પણ થઇ ગયા અને
જોવાની ખુબી એ છેકે હાલ આવા બોગસ પ્લોટીંગમાં પાંચ પાંચ માળના રહેણાંકીય કોમ્પલેક્ષ પણ ઉભા થઇ ગયા ત્યારે જોવાની
ખુબી એ છેકે આ સમગ્ર કોંભાડનો અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ મોટાભાગના અધિકારીઓ આ કોંભાડથી વાકેફ હોવાનું જાણવા મળેલ
પરંતુ સરકારી જમીનનું થયેલ ગે.કા.વેચાણ થયેલ હોય તે બાબતની તપાસ કરવામાં લાજ કાંઢતા હોવાનો તાલ જોવા મળી રહ્યો હતો.
ત્યારે હવે આ સમગ્ર કોંભાડની તપાસ કમીટી દ્રારા કરવામાં આવશે. અને આ અંગેનો રીપોર્ટ પણ જીલ્લા કક્ષાએ કરવામાં આવેલ
હોવાનું જાણવા મળી રહ્યુ છે. તેમજ આ કમીટીમાં જીલ્લા કક્ષાએથી અધિકારી તપાસ અર્થે આવશે. જેમાં તા.પંચાયત, મામલતદાર
ઓફીસનો સ્ટાફ તેમજ તલાટી મંત્રી પણ આ તપાસમાં જોડાશે. ત્યારે આ સમગ્ર કોંભાડની ધરી ૩ થી ૪ વ્યક્તિ આસપાસ ફરી રહી
હોય તેમ સીફતાઇ પૂર્વક આચરવામાં આવેલ. આ કોંભાડમાં કોંભાડ કરનારાઓએ સાહીત્ય પણ ગુમ કરી આપેલ છે. અને ગ્રામ
પંચાયતનું સાહીત્ય ગુમ થયેલ હોય આ અંગેની સ્થાનિક અધિકારી ઓને પણ જાણ હોવા છતાં પણ કેમ પગલા ભર્યા નહી તે સવાલ
પણ અનેક શંકાઓ ઉભી કરે છે. તે સીવાય ભૂતકાળમાં ઉના તાલુકા પંચાયત દ્રારા સબરજીસ્ટારને નાળીયા માંડવીમાં થયેલ
દસ્તાવેજોની વિગત તેમજ ઉત્તરોતર થયેલ દસ્તાવેજની સંપૂર્ણ માહીતી માગેલ પણ આ માહીતી પણ તાલુકા પંચાયતને મળેલ નથી.
આમ આ સરકારી જમીન વેચાણ કોંભાડમાં કોઇ પડવા ન માગતુ હોવાનો તાલ જોવા મળી રહ્યો હતો…
બોક્ષ્ – સરકારી રેકર્ડ સાથે ચેડા કોણે કર્યા…
નાળીયા માંડવી ગ્રામ પંચાયતના બે નંબરના રેકર્ડના રજીસ્ટારની તપાસ કરતા આ રેકર્ડ સાથે ચેડા થયેલ હોવાનું દેખાઇ આવે છે તો
આ સરકારી રેકર્ડ સાથે ચેડા કોણે કર્યા તે પણ એક સવાલ છે…
બોક્ષ્ – આ કોંભાડની તપાસ થાય તો મોટા માથાના નામ બહાર આવે…
આ કોંભાડની તપાસ કમીટી દ્રારા તટસ્થ તપાસ થાય તો મોટા માથા ઓના નામ બહાર આવવાની શક્યતાઓ નકારી શકાતી નથી….
બોક્ષ્ – તા.પં.દ્રારા પણ તપાસમાં ઢીલી નીતી રાખવામાં આવેલ…

આ કોંભાડમાં તા. પંચાયત દ્રારા પણ ઢીલીનીતી રાખવામાં આવેલ હોય તેમ જે રેકર્ડ તાલુકા પંચાયત પાસે હોવા છતાં પણ ગ્રામ
પંચાયતના રેકર્ડ સાથે અત્યાર સુધી ખરાઇ કરેલ નથી. તો બીજી તરફ અધિકારીઓ પણ આ કોંભાડમાં સુત્રધારો થી સારી રીતે વાકેફ
હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *