છોટાઉદેપુર જિલ્લા નાં સંખેડા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં અડધી રાત્રે પીડિત મહિલાનો ફોન આવતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મદદે પહોંચી કાઉન્સેલીગ કરી પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતુ.
મળતી માહિતિ મૂજબ વારંવાર ઝઘડો કરી બાળકો,પત્ની અને પિતાને મારઝુડ કરી ઘરની બહાર કાઢી મુકતા હતાં. ઘર ની કે બાળકોની કોઈ જવાબદારી ઉપડતાં ના હતાં પત્ની અને પિતા મજૂરી કરી પરિવારનું પોષણ કરતા હતાં.
દરરોજ ની આવી હેરાનગતિ થી ત્રાસી ઉઠેલા પત્ની અભયમ ની મદદ માગી હતી.
અભયમ છોટાઉદેપુર ટીમ તરફ થી પતિને પરિવારની જવાબદારી નું ભાન કરાવ્યું હતું અને આ રીતે હેરાનગતિ કરવી જે ગુનો બને છે.પતિ એ પોતાની ભુલ બદલ માફી માગી હતી અને સુધરવાની એક તક આપવા વિનંતિ કરતા લેખિત બાંયધરી પત્ર મેળવી સમાધાન કરવામાં આવ્યું હતુ.


