પાટણ
પાટણ જિલ્લામાં પોલીસે પ્રતિબંધિત જીવલેણ ચાઇનીઝ દોરીઓને પકડવા માટે મોટાપાયે ઝુંબેશ ઉપાડી છે જેનાં ભાગરુપે સવારથી સાંજ દરમ્યાન પાટણ જિલ્લામાં ૮ સ્થળે ઓચિંતા દરોડા પાડીને ૧૧ શખ્સોની અટકાયત કરી હતી અને તેમની પાસેથી રૂા. ૧,૫૨,૮૦૦ની કિંમતની ૫૨૩ જેટલી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓ તથા તેનાં રીલ જપ્ત કર્યા હતા. પાટણ જિલ્લામાં આજે પાટણ એલ.સી.બી. એસ.ઓ.જી. ઉપરાંત સ્થાનિક પોલીસે જાેરદાર ઝુંબેશ ચલાવી હતી અને પાટણ શહેર, સરસ્વતિ તાલુકો, વાગડોદ તાલુકો,રાધનપુર, સમી તાલુકામાં રેડો કરી હતી. એમાં સૌથી મોટો જથ્થો પાટણનાં સરસ્વતિ તાલુકાનાં વાગડોદ પોલીસ સ્ટેશનની હદનાં કોઇટા ગામેથી પકડાયો હતો. પાટણ એલ.સી.બી. પોલીસે મળેલી બાતમી આધારે કોઇટા ગામે રેડ કરી હતી અને અત્રે ચાઇનીઝ દોરી વેચતા રામુજી ઠાકોર અને રાહુલજી ઠાકોર પાસેથી રૂા.૧,૦૮,૬૦૦ની કિંમતની ૨૦૦ચાઇનીઝ દોરી અને તેનાં નાના મોટા રીલ મળી આવ્યા હતા. પોલીસે અત્રેથી રૂા.૯૦૦૦૦ની ૧૮૦ નંગ ફીરકી તથા રૂા.૧૦૫૦૦ની કિંમતનાં ૭૦ નાના રીલ તથા રૂા.૮૧૦૦નાં ૨૭ નાના છુટા રીલ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત પોલીસે પાટણ શહેરનાં પાટણ-ડીસા હાઇવે પર |જીઇબી ત્રણ રસ્તા પાસેથી રાહુલ પટ્ટણી પાસેથી રૂા. ૬૮૦૦ની ૩૪ ફિરકી, પાટણની મીરાં પાર્ક સોસાયટીનાં દરવાજા પાસેથી રૂા. ૧૬૫૦૦ની કિંમતના ચાઇનીઝ દોરીનાં ૫૫ રીલ, સરસ્વતિનાં મોટા નાયતામાંથી શ્રવણજી ઠાકોર પાસેથી રૂા.૧૦૪૦૦ની ૪૭ ફિરકી, સિધ્ધપુરનાં ખળી ચાર રસ્તા પાસે ગગનભાઈ ઠાકોર અને અલ્પેશ સોલંકી પાસેથી રૂા.૧૦૦૦ની કિંમતની ૧૦ ફીરકી, રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલની બાજુમાંથી મચુદ્દીન અને અનીલ જાેશીની પાસેથી રૂા. ૬૩૦૦નાં ૫૧ રીલ, સમી તાલુકાનાં અમરાપુરથી હંસનગર ગામ તરફનાં રોડ ઉપરથી હનીફશા અને ધીરુભાઇ પાસેથી રૂા ૨૦૦૦ની ૪૦ ફીરકી તથા રૂા. તથા ૧૨૦૦ની ફીરકી મળી કુલ રૂા. રૂા. ૩૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


