આંબાડુંગરના માથામહુડી ફળિયાથી નર્મદા નદીનું પાણી જે સરદાર સરોવરનો ઘેરાવો 2 થી 3 કી.મી. છે પણ અહીંયા આ વિસ્તારને તે પાણી મળતું નથી
જયાંથી કરોડો અબજો રૂપિયાનું ખનીજ ખનન થયું છે ત્યાંના આદિવાસીઓની દુર્દશા તરફ કોણ ધ્યાન આપશે?
નર્મદા નદીનું પાણી જે સરદાર સરોવરનો ઘેરાવો 2 થી 3 કી.મી. છે પણ અહીંયા આ વિસ્તારને નર્મદાનું પાણી મળતું નથી. નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉપર ગુજરાત સુધી પહોંચી જતું હોય તો અહીં નજીકમાં કેમ નહીં આ એક સવાલ ઉભો થાય છે. સરકાર આ વાત ઉપર ક્યારે દયાન દોરશે એ જોવાનું રહ્યું.
આંબાડુંગરના આ આદિવાસીઓ બે બેડાં પીવાના પાણી મેંળવવા કરી રહ્યા છે આકરો સંઘર્ષ!
કવાંટ તાલુકાનું હાયર અલ્ટીટ્યુડ પર આવેલું આંબાડુંગર ગામ ફ્લોરસ્પાર અને રેર અર્થ માટે પ્રખ્યાત છે. આ ગામના કેટલાક ફળિયાના આદિવાસી લોકોને ખીણમાં ઉતરીને પથ્થરો વચ્ચે ઝમીને એકત્ર થયેલું પાણી પીવા માટે એકત્ર કરવા જીવનું જોખમ પણ ખેડવું પડે છે.સ્થાનિકોના મતે પાણીથી વંચિત આ આદિવાસીઓ 70 વર્ષ દેશના બીજા વિસ્તારોથી પાછળ છે.અહીં વિકાસ તો ઠીક પાણીની યોજનાઓ કે વિજળી પણ મળી નથી.
આંબાડુંગર ગામમાં GMDC વર્ષોથી કાર્યરત હતી. પણ GMDC દ્રારા ચલાવવામાં આવતો પ્રોજેક્ટ CSR માં પણ કોઇ વિકાસ કામ થયું નથી. પહેલાના સમયમાં GMDC જ્યારે ચાલુ હતી ત્યારે અહીંના લોકોને થોડા અંશે વાહન અને પાણીની સુવિધાઓ મળી રહેતી હતી. પરંતુ અત્યારે અહીંના લોકોને આ સુવિધાઓ પણ બંધ છે. સાથે પાણી માટે સરકાર દ્વારા નલ સે જલ યોજના ચલાવવામાં આવે છે પણ આંબાડુંગર ગામ આ યોજના દ્વારા અમુક જગ્યા ઉપર નળ મુકવામાં આવેલ છે. જ્યાં આજ દિન સુધી એ નળ માં પાણી આવ્યું નથી. ગામમાં અમુક જગ્યા ઉપર તો એ નળ પણ મુકવામાં આવ્યા નથી તો પાણી આવવાની તો દૂરની વાત છે. આંબાડુંગર ગામ નાણાંપંચની ગ્રાન્ટ આવતી હોય છે પણ આ ગ્રાન્ટનો ઉપયોગ વરસાદના પાણી નિકાલ માટે વાપરવામાં આવે છે પણ બોર કરવા માટે વાપરતા નથી. તેથી આ લોકોને પાણીની તકલીફ રહે છે. આવા પહાડી વિસ્તારમાં સરકાર વરસાદનું પાણી રોકવા માટે ચેકડેમ અને ચેકવોલ બનાવતી હોય છે તો અહીં વરસાદના પાણી નિકાલ માટે ગટર બનાવમાં આવે છે. આ એક અજીબ વાત છે. અહીં લોકો પાણી માટે તલસે છે તેની જગ્યા ઉપર અલગ જગ્યા ઉપર ગ્રાન્ટ ખર્ચવામાં આવે છે.આજે આ લોકોની પરિસ્થિતિ 70 વર્ષ પાછળ ચાલે છે.
આજના યુગમાં આ લોકો આવી જિંદગી જીવે તો આ લોકો શિક્ષણ અને બીજી સુવિધાઓ તો દુરની વાત રહી. સરકાર જ્યારે ખનીજનું ખનન કરવાનું હોય તો ખનીજ કાઢે છે પણ આ લોકોની જરૂરિયાત ઉપર દયાન આપતી નથી. આના માટે મામલતદાર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવેલ છે પણ આનું નિરાકરણ ક્યારે આવશે તે જોવાનું રહ્યું. આ પરિસ્થિતિમાં જીવવા મજબુર છે. આંબાડુંગરના માથામહુડી ફળિયાથી નર્મદા નદીનું પાણી જે સરદાર સરોવરનો ઘેરાવો 2 થી 3 કી.મી. છે પણ અહીંયા આ વિસ્તારને નર્મદાનું પાણી મળતું નથી. નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉપર ગુજરાત સુધી પહોંચી જતું હોય તો અહીં નજીકમાં કેમ નહીં આ એક સવાલ ઉભો થાય છે. સરકાર આ વાત ઉપર ક્યારે દયાન દોરશે એ જોવાનું રહ્યું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


