વડોદરા
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ અકસ્માતની ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરાના પાદરા જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સજાર્ેયો છે. આભોર ચોકડી નજીક સ્ટર્લિંગ કંપની પાસે ટ્રક અને ટેન્કર સામ-સામે અથડાતા અકસ્માત સજાર્ેયો હતો. અકસ્માતમાં બંન્ને વાહનોમાં આગ લાગી હતી. જેમાં બંન્ને વાહનોના ચાલક અને ક્લિનર સહિત ત્રણના મોત નિપજ્યા છે.


